અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માત


અમદાવાદ: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માતનો ભોગ બનનાર 40 વર્ષીય એક દર્દીને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અકસ્માત એટલો ખતરનાક હતો કે, અકસ્માતમાં કાર ચાર વાર પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. પરંતુ તેમાં એક દર્દીને મગજ, છાતી અને ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા દર્દીનો જીવ બચાવી નવું જીવન આપવામાં ડોકટર્સને સફળતા મળી છે.

એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો

મુંબઇની રહેવાસી 40 વર્ષીય મહિલા તેમના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે જઇ રહ્યાં હતાં ત્યારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે ઉપર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં તેમનું વાહન ચાર વખત પલટી ખાઇ ગયું હતું અને કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાં હતાં. પરંતુ તેમાં મુંબઈમાં સરકારી અધિકારી મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી. સૌપ્રથમ તમામને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં અને ત્યારબાદ 29 ઓક્ટોબરે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.આ પણ વાંચો: માઉન્ટ આબુમાં કડકડતી ઠંડી, ચાર ડિગ્રી તાપમાન ઘટી જતાં પ્રવાસીઓ ઠુંઠવાયા

વેન્ટિલેટર ઉપર રાખીને હાલત સ્થિર કરાઈ

ગંભીર રીતે ઘાયલ દર્દીને મગજ, ચહેરા અને છાતીમાં ગંભીર ઇજાઓ સાથે દાખલ કરાયા હતાં. તેઓ બેભાન હતાં અને શ્વાસ લેવામાં તકલીફ થતાં વેન્ટિલેટર ઉપર રાખીને હાલત સ્થિર કરાઇ હતી. આ કેસની ગંભીરતા વિશે વાત કરતાં અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના ટ્રોમા સર્જન ડો. સંજય શાહે કહ્યું કે, ગંભીર જીવલેણ અકસ્માતોમાં બચવાની સંભાવનાઓ ખૂબજ ઓછી હોય છે અને મૂર્છાની સ્થિતિનું જોખમ ખૂબજ ઊંચું રહે છે. પોલીટ્રોમા સાથે કેસમાં સફળ રિકવરીની સંભાવનાઓ પણ ખૂબજ ઓછી હોય છે. ડોક્ટર્સની ટીમના સતત પ્રયાસોથી અમે દર્દીના જીવન અને દ્રષ્ટિને બચાવવા સક્ષમ રહ્યાં છીએ.

આ પણ વાંચો: ગુજરાતનું એક એવું ગામ કે જ્યા વિકાસની વિજળી પહોચી જ નથી

તબિયતમાં સુધારા બાદ 22 નવેમ્બરે રજા અપાઈ

દર્દી પોલીટ્રોમાથી પીડિત હતાં તથા સેરેબ્રોસ્પાઇનલ ફ્લ્યુઇડ (સીએસએફ) લીકને કારણે નાક અને આંખોમાંથી સ્પષ્ટ પ્રવાહી લીક થતું હતું. આ ઉપરાંત દર્દીની ડાબી આંખને પણ નુકશાન થયું હતું, જેમાં દ્રષ્ટિ ગુમાવવાની સંભાવના હતી તેમજ તેમને ચહેરા ઉપર બહુવિધ ઇજાઓ પણ થઇ હતી. હેમરેજ અને સીએસએફ લીક રોકવા માટે 01 નવેમ્બરના રોજ બ્રેઇન સર્જરી કરાઇ, 09 નવેમ્બરના રોજ ફેસિયલ બોમ ફ્રેક્ચર સર્જરી કરી હતી. ત્યારબાદ દર્દીને આઇસીયુમાં રખાયા હતાં. 17 નવેમ્બરના રોજ દર્દીનું વેન્ટિલેટર દૂર કરાયું હતું અને 20 નવેમ્બરના રોજ તેમણે ડાબા આંખની દ્રષ્ટિ પણ પુનઃમેળવી હતી. તબીબી નિષ્ણાંતો તરફથી મળેલી સારવાર અને તબિયતમાં સુધારા બાદ દર્દીને 22 નવેમ્બરે રજા અપાઇ હતી.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedabad Civil, Civil hosptial, ગુજરાત



Source link

Leave a Comment