અલવિદા રાજુ: કોમેડી કિંગ પંચતત્વમાં વિલીન– રાજુ શ્રીવાસ્તવના પાર્થિવ શરીરને તેમના ભાઈના ઘરે રાખવામાં આવ્યું હતું

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવ પંચતંત્રમાં વિલીન થઈ ગયા છે. નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.  કોમેડિયનને વિદાય આપવા કોમેડી જગતના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. ફેન્સ અને પરિવારજનો પણ પહોંચ્યા હતા. કાનપુરથી રાજુના ઘણા મિત્રો દિલ્હી આવ્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રવાસન મંત્રી પણ સ્મશાનગૃહ પહોંચ્યા હતા. 

દિલ્હી તેમના ઘરેથી 9:00 વાગ્યે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. રાજુના અંતિમ સંસ્કારની તૈયારી તેમના ઘરે જ કરવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવને તેમનો પુત્ર આયુષ્માન શ્રીવાસ્તવે મુખાગ્નિ આપી હતી. આજે તેઓ પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. રાજુ શ્રીવાસ્તવના અંતિમ દર્શન માટે તેમના નજીકના મિત્ર સુનિલ પાલ પણ પહોંચ્યા હતા. 

રાજુ શ્રીવાસ્તવના પાર્થિવ શરીરને તેમના ભાઈના ઘરે રાખવામાં આવ્યું હતું. ત્યાંથી 35 કિમી દૂર નિગમબોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન

કોમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી બંને રાજુની અંતિમ યાત્રામાં હાજરી આપી છે. ચાહકોએ ‘રાજુ શ્રીવાસ્તવ અમર રહે’ના નારા લગાવ્યા હતા. કોમેડિયન દોઢ મહિના સુધી વેન્ટિલેટર પર રહ્યા બાદ 21 સપ્ટેમ્બરે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રાજુની અંતિમ યાત્રા માટે ટ્રકને સફેદ ફૂલોથી શણગારવામાં આવી હતી. ટ્રકની આગળ રાજુનો ફોટો રાખવામાં આવ્યો હતો.

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રાજુને અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ

આતંરરાષ્ટ્રી સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રાજુ શ્રીવાસ્તવને અનેખા અંદાજમાં વિદાય આપી છે. તેમણે રેતીમાં રાજુની તસવીર બનાવી અને લખ્યું- Haste Haste Rula Diya… R.I.P Raju Srivastva

પીઢ હાસ્ય કવિ સુરેન્દ્ર શર્મા પણ રાજુ શ્રીવાસ્તવને વિદાય આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની આંખો ભીની થઈ ગઈ હતી અને ભારે હૃદય સાથે તેમણે દેશના સૌથી મોટા હાસ્ય કલાકારને અંતિમ સલામ કરી હતી.

રાજુ શ્રીવાસ્તવના અંતિમ દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી

રાજુ શ્રીવાસ્તવના અંતિમ દર્શન માટે ભારે ભીડ ઉમટી હતી. તેમના ચાહકોએ ભીની આંખો સાથે રાજુને વિદાય આપી હતી. તેમની અંતિમ યાત્રામાં પરિવારજનો ઉપરાંત ઘણા સબંધીઓ, રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ પણ આવ્યા હતા. Source link

Leave a Comment