આથિયા-કેએલ રાહુલના લગ્ન હવે ટૂંક સમયમાં– સુનિલ શેટ્ટીએ સત્તાવાર પુષ્ટિ કરી

– ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ હવે રાહુલ લગ્નની તૈયારીઓમાં ગૂંથાયો

મુંબઈ: અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલનાં લગ્નની તારીખ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. પરંતુ, હવે આ લગ્ન ટૂંક સમયમાં આટોપી દેવાશે એમ ખુદ આથિયાના પિતા સુનિલ શેટ્ટીએ જાહેર કર્યું છે. 

આથિયા અને રાહુલ બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. બંનેનાં પરિવાર પણ એકમેકને સ્વીકારી ચૂક્યાં છે. રાહુલે મુંબઈમાં એક ફ્લેટ લઈ તેમાં આથિયા સાથે લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હોવાના પણ અહેવાલો આવી ચૂક્યા છે. 

તેમનાં લગ્ન આ વર્ષના અંત સુધીમાં યોજાઈ જશે અને તે માટે મુંબઈ તથા બેંગ્લુરુમાં તૈયારીઓ શરૂ થઈ ચુકી છે એવા પણ અહેવાલો અગાઉ પ્રગટ થયા હતા. હવે સુનિલ શેટ્ટીએ જ એ મીડિયા સંવાદમાં જણાવ્યું હતું કે આથિયાનાં લગ્ન ટૂંક સમયમાં આટોપાઈ જશે. 

આથિયા શેટ્ટીએ બોલીવૂડમાં કેરિયર બનાવવા કોશીશ કરી છે પરંતુ હજુ સુધી તેને કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી. Source link

Leave a Comment