આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તડામાર તૈયારી શરૂ


– યુગલ જાન્યુઆરી 2023માં પ્રભુતામાં પગલાં પાડશે

મુંબઇ : સુનિલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલના પ્રેમસંબંધોની ચર્ચા ઘણા સમયથી છે. હવે આ પ્રેમી યુગલ જાન્યુઆરીમાં પ્રભુતામાં પગલા પાડે તેવી જાણકારી છે. સુનિલ સેટ્ટીએ પણ તાજેતરમા ંઆથિયા અને રાહુલના સંબંધને કન્ફર્મ કર્યો હતો. તેણે તેની પુત્રી અને રાહુલ લગ્ન કરશે તેવી વાત પણકરી હતી.  સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, આથિયા અને કેએલ રાહુલના લગ્ન જાન્યુઆરી ૨૦૨૩માં થવાના છે. કહેવાય છે કે, આ પ્રેમી યુગલે લગ્ન કરવા માટે કોઇ ફાઇવસ્ટાર હોટેલ કે પછી વિદેશને પસંદ ન કરતાં સુનિલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બંગલાપરલગ્નની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે. 

સૂત્રના અનુસાર, આથિયા અને રાહુલે લગ્નના પરિધાન વિશે પણ ફાઇનલ કરીદીધા છે. જોકે તેઓ જાન્યુઆરીની કઇ તારીખના લગ્ન કરવાના છે તે વિશે કોઇ જાણકારી નથી. 

આથિયા અને કેેલ રાહુલે ૨૦૨૧માં ફિલ્મ તડપના પ્રીમિયર દરમિયાન પોતાના સંબંધને ઓફિશિયલ કર્યો હતો. આથિયાના ભાઇની ડેબ્યુ ફિલ્મના પ્રીમિયર વખતે આથિયાઅને રાહુલ સાથે જોવા મળ્યા હતા. Source link

Leave a Comment