આમિરની દીકરી ઈરા ખાને સગાઈ કરી લીધી , ઘૂટણ પર બેસીને બોયફ્રેન્ડે અંગૂઠી પહેરાવી


આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઈરા ખાન (Ira Khan) હંમેશાં પોતાના બોયફ્રેન્ડ નુપુર શિખરની સાથે જોવા મળે છે. તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ નથી. તેમ છતાં તેની લોકપ્રિયતા કોઈ મૂવી સ્ટાર કરતા કમ નથી. તે એક એવી વ્યક્તિ છે જેને પોતાના ફેન્સને જણાવવાનું પસંદ કરે છે કે તેના જીવનમાં શું ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ-Taarak Mehta Ka Ooltah Chashmah: આખરે કેમ બધા સ્ટાર્સ વચ્ચેથી ‘તારક મહેતા’ શો છોડી રહ્યા છે, પ્રોડ્યુસરે જણાવ્યું અસલી કારણ

સ્ટારકિડે હવે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક સુંદર વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો બોયફ્રેન્ડ નુપુર શિખર તેને પ્રપોઝ કરતો જોવા મળે છે. વીડિયો કોઈ ઈવેન્ટનો છે, જ્યાં નુપુર લોકોની ભીડની સામે ઈરાને કિસ કરે છે, પછી ઘૂટણ પર બેસીને તેને પ્રપોઝ કરે છે. ફેન્સ વીડિયો પર કમેન્ટ કરીને બંનેને શુભેચ્છા પાછવી રહ્યા છે.

2 વર્ષથી વધારે સમય સુધી રિલેશનશિપમાં છે નુપુર અને ઈરા

વીડિયોમાં ઈરા ઘણી ખુશ જોવા મળી રહી છે. તે અંગૂઠી પહેરવા માટે પોતાનો હાથ તરત આગળ વધારે છે. બંને એક વખત ફરીથી એકબીજાને કિસ કરે છે. તમને જણાવી દઈએ કે, ઈરા અને નુપુર બે વર્ષથી વધુ સમયથી ડેટિંગ કરી રહ્યા છે.

આમિર ખાનની દીકરી ઈરાએ આ પ્રસંગે ઈન્સ્ટાગ્રામ પર તસવીર અને વીડિયો શેર કર્યા હતા અને એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. ઈરાએ લખ્યું હતું, ‘વાસ્તવમાં બે વર્ષ થઈ ગયા છે, પરંતુ લાગે છે કે હંમેશાંથી આવું હતું. હું તને પ્રેમ કરું છું.’નુપુરે જવાબામાં લખ્યું હતું, ‘હું પણ તને પ્રેમ કરું છું. આપણે તેને 2 વર્ષ પહેલા મહેસૂસ કર્યો હતો. ’તમને જણાવી દઈએ તે નુપુર એક સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે.

એક-બીજા માટે ખુલીને પ્રેમ વ્યક્ત કરે છે નુપુર અને ઈરા

નુપુર અને ઈરા હંમેશાં પોતાના સંબંધોને લઈને જાહેરમાં વ્યક્ત કરે છે. તેઓ હંમેશાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીર શેર કરી પોતાના સુંદર ફોટો બતાવે છે. થોડા દિવસ પહેલા ઈરાની દાદી જીનત હુસેન (આમિર ખાનની માતા)ની સાથે સમય પસાર કરતા જોવા મળી હતી. તમને જણાવી દઈએ ઈરા ખાને પપ્પા આમિરની ફિલ્મ ‘લાલા સિંહ ચઢ્ઢા’નું પ્રમોશન પણ કર્યું હતું.
આમિર ખાનની દીકરી ઈરાએ બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી

Published by:Priyanka Panchal

First published:

Tags: Aamir khan, Bollywood Celeb, Ira khan

Source link

Leave a Comment