આ પણ વાંચોઃ Share Market Weekly Update: આજથી શરું થતાં બજારમાં આ 10 બાબતો નક્કી કરશે ચાલ
Table of Contents
IPOની વિગતો
Archean Chemical Industriesના આઈપીઓએ ખૂલતાં પહેલા એંકર રોકાણકારો પાસેથી 658 કરોડ રુપિયાનું ફંડ એકઠું કરી લીધું છે. કુલ 1462.3 કરોડ રુપિયાનો આ આઈપીઓ 9 નવેમ્બરે ખૂલ્યો હતો અને 11 નવેમ્બર સુધી ઓપન રહ્યો હતો. કંપનીએ એંકર રોકાણકારોને 407 રુપિયા પ્રતિ શેરના ભાવે 1.61 કરોડ રુપિયાના ઈક્વિટી શેર આપવામાં આપ્યા છે.
કંપની અંગે ડિટેલ્સ
નાણાકીય વર્ષ 2021માં બ્રોમીન અને ઇન્ડસ્ટ્રિયલ મીઠુ નિકાસ કરતી દેશની સૌથી મોટી કંપની બની હતી. આ કંપની સ્પેશિયાલિટી મરીન કેમિકલ બનાવે છે. જે દુનિયાભરમાં બ્રોમીન, ઔદ્યોગિક મીઠુ અને પોટાશ સલ્ફેટની નિકાસ કરે છે. કંપનિના દેશમાં 42 ગ્રાહકો અને વિદેશોમાં 18 ગ્રાહકો છે. આમ કંપનીની ઓર્ડર બૂક મજબૂત છે.
આ પણ વાંચોઃ રોકાણ કરતા પહેલા જાણી લો નીતિન કામથની આ સ્માર્ટ ઈન્વેસ્ટમેન્ટ ટિપ્સ, ફાયદામાં રહેશો
IPO અંગે બ્રોકરેજ હાઉસની સલાહ
મોટાભાગના બ્રોકરેજ હાઉસે આ આઈપીઓને ભરવાને પોઝિટિવ સંકેતો આપ્યા હતા. જોકે કેટલાક બ્રોકરેજ હાઉસે આ આઈપીઓમાં સાવધાન રહીને રોકાણ કરવા માટે જણાવ્યું હતું. રિલાયન્સ સિક્યોરિટિઝના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2022માં કંપનીની આવકના આધારે તેનું વેલ્યુએશન 26.5x P/E બેસે છે. જે તેના સેગમેન્ટની અન્ય હરીફ કંપનીઓ કરતાં ડિસ્કાઉન્ટ પર છે. ત્યારે કેટલાક માર્કેટ નિષ્ણાતો મુજબ જો આઈપીઓ ધાર્યા મુજબ ગ્રે માર્કેટ પ્રીમિયમ પર લિસ્ટ થાય છે તો જે રોકાણકારો જોખમ ઉઠાવવા તૈયાર હોય તેમણે લાંબાગાળા માટેનો વિચાર કરવો જોઈએ નહીંતર પ્રોફિટ બુકિંગ કરીને વેચી દેવા જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business news, IPO News, Share market, Stock market