આ યાદવ શું કરી રહ્યો છે, સ્કોર કાર્ડ જોયું અને હું ચોંકી ગયો, સીધો સ્ક્રીન શોટ મોકલ્યો


ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ન્યૂઝીલેન્ડ સામે ફટકારેલ સૂર્યકુમાર યાદવની સદીની કરી પ્રશંસા

ભારતનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ અઠવાડિયાની શરૂઆતમાં બીજી મોટી ઇનિંગ્સ રમ્યો હતો, અને તેમને T20 આંતરરાષ્ટ્રીયમાં તેની બીજી સદી ફટકારી હતી. તેણે માઉન્ટ મૌંગાનુઇ ન્યૂઝીલેન્ડ ખાતે માત્ર 51 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા, જેમાં ભારતે મેચને 65 રનથી ન્યૂઝીલેન્ડને હારવી હતી. SKYએ 217.65ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી, જેમાં અગિયાર ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે, જેના કારણે તેને વિશ્વભરમાંથી પ્રશંસા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ તેના પ્રશંસકમાંથી એક છે.

મેક્સવેલે આ ઇનિંગ પર પોતાના વિચારો શેર કર્યા હતો. તેણે કહ્યું, “મને ખબર ન હતી  કે મેચ ચાલી રહી છે. પરંતુ પાછળથી મેં સ્કોરકાર્ડ જોયું, સ્ક્રીનશોટ લીધો અને એરોન ફિન્ચને મોકલ્યો અને કહ્યું, “અહીં શું ચાલી રહ્યું છે? તે સંપૂર્ણપણે અલગ રમી રહ્યો છે. દરેકના સ્કોર જુઓ અને  આ વ્યક્તિનો સ્કોર જુઓ 50 બોલમાં 111 રન બનાવી દીધા છે.”

2nd T20I મેચમાં ભારત માટે આગામી શ્રેષ્ઠ સ્કોર ઈશાન કિશનના 31 બોલમાં 36 રન હતા.

મેક્સવેલે કહ્યું, “તે પછી મેં ઇનિંગ્સનો સંપૂર્ણ રિપ્લે જોયો અને શરમજનક બાબત એ છે કે તે બીજા બધા કરતા ઘણો સારો દેખાવ કરી રહ્યો હતો. તેને જોવો ખૂબ જ મુશ્કેલ છે. અમારી પાસે તેની નજીકનું કોઈ નથી.તે ૧૪૫ની ઝડપે બોલિંગ કરતા બોલર સામે સ્વીપ કરે છે. તે કેટલાક મનને ચોંકાવનારા શોટ રમી રહ્યો છે જે મેં ક્યારેય જોયા નથી અને તે શોટને એકદમ સરળતાથી રમી રહ્યો છે.”

વર્તમાનમાં પ્રથમ નંબરના T20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ કે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના ટોચના ફોર્મનો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં પૂરા થયેલા T20 વર્લ્ડ કપમાં પણ તે ત્રીજા નંબરના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા.

મેક્સવેલે T20 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામે સૂર્યકુમારની ઇનિંગ વિશે પણ વાત કરી હતી. પર્થમાં રમાયેલી આ મેચમાં ભારતનો પાંચ વિકેટે પરાજય થયો હતો. ઓપનિંગ બેટ્સમેનોના ગયા પછી ભારત 8.3 ઓવરમાં 49/5 સાથે ટીમ ગબળી હતી, ત્યારે સૂર્યકુમારના 40 બોલમાં 68 રનની મદદથી ભારતે બોર્ડ પર 133/9નો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો.

મેક્સવેલે કહ્યું, “તેણે પર્થમાં જે ઇનિંગ્સ રમી તે મેં જોયેલી અત્યાર સુધીની સૌથી અદ્ભુત ઇનિંગ્સમાંની એક હતી. મેં તેના થોડા દિવસો પહેલા ત્યાં બેટિંગ કરી હતી. ખાસ કરીને ભારતીય માટે તે પરિસ્થિતિઓમાં બેટિંગ કરવી અને આટલું સારું દેખાવું એ અવિશ્વસનીય છે. “Source link

Leave a Comment