ઈંગ્લેન્ડના સેમથ્વિકના દુર્ગા ભવન મંદિરમાં બોટલ્સ અને ફટાકડા ફેંક્યા


લંડન:ઈંગ્લેન્ડના સેમથ્વિકમાં આવેલા દુર્ગા ભવન મંદિર ખાતે હિંસક દેખાવો થયા છે. અગાઉ લેસ્ટરના મંદિરમાં જે રીતે દેખાવો થયો હતો, તેવા જ દેખાવો આ મંદિર ખાતે કરવામાં આવ્યા છે. લેસ્ટરની ઘટનાના ત્રણ સપ્તાહ પછી ફરી અથડામણ અને હિંસાનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. મંદિર પર બોટલ્સ અને ફટકડાઓ નાંખવામાં આવ્યા હતા.

પોલીસે દેખાવકારોને મંદિરમાં જતા અટકાવ્યા હતા

પોલીસે મંદિરની જાળી કૂદીની અંદર ઘુસવાનો પ્રયત્ન કરી રહેલા દેખાવકારો અટકાવ્યા હતા. સાધવી રુતુભરા મંદિરની મુલાકાત લે તે પહેલા આ દેખાવો કરવામાં આવ્યા હતા. રુતુભરાની મુલાકાત રદ થઈ હોવાની જાણ થતા દેખાવકારો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ ઘટનાના પગલે હાલ મીડલેન્ડમાં રહેતા હિન્દુઓમાં ડરનો માહોલ છે. આ પ્રકારના દેખાવો સમગ્ર બ્રિટનમાં આવેલા વિવિધ મંદિરોમાં કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

લેસ્ટરમાં અગાઉ થયો હતો મંદિર પર હુમલો


અગાઉ લેસ્ટર શહેરમાં હિન્દુ-મુસ્લિમ તણાવ વચ્ચે મંદિર પર હુમલા થયો હતો. એક રિપોર્ટ મુજબ રવિવારે અથડામણ દરમિયાન એક મંદિરને પણ ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. હુમલામાં મંદિર પરનો ધજા ઉતારી અને આગ લગાવવામાં આવી હતી. આ ઘટનાને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે પોલીસે તેના નિવેદન કહ્યું હતું કે તેઓને આ હુમલા અંગેની જાણ છે. આ અંગે એક વીડિયો પણ બહાર આવ્યો હતો. જેમાં એક વ્યક્તિ મેલ્ટન રોડ પર એક ધાર્મિક સ્થળેથી ધજાનીને નીચે ફેંકતો દેખાઈ રહ્યો હતો. આ અંગેની તપાસ હાલ ચાલી રહી છે. ભારતે લેસ્ટર ખાતે બનેલી આ ઘટનાની નીંદા કરી હતી અને આ હુમલામાં સંડોવાયેલા લોકો પર તાત્કાલિક પગલા લેવાની માંગ કરવામાં આવી હતી. ભારતીય હાઈ કમિશને એક નિવેદનમાં કહ્યું હતું કે તેણે આ મુદ્દાને ઉઠાવ્યો છે.

Published by:Vrushank Shukla

First published:

Tags: Hindu Temple, Iskcon temple, State of Siege Temple AttackSource link

Leave a Comment