એક કરોડ ખર્ચીને લગ્ન કર્યા તો પણ પતિ મળ્યો હૈવાન, રૂપિયાનો લાલચી પતિ કાયમ પત્નીને મારતો


ઈન્દોર: પતિ-પત્નીના વિવાદ અને છૂટાછેડાના કિસ્સા દરરોજે આવતા હોય છે. પણ મધ્ય પ્રદેશના ઈન્દોરથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં મારપીટ અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે. સાથે જ કેટલાય ચોંકાવનારા આરોપ પણ લગાવ્યા છે. પત્નીએ કહ્યું કે, તેનો પતિ જળબજરીપૂર્વક નોનવેજ ખવડાવે છે, જો હું ના પાડું તો, આખો દિવસ ભૂખી રાખે છે. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

પિતાએ દીકરીના લગ્નમાં ખર્ચ કર્યા 1 કરોડ રૂપિયા, તેમ છતાં પણ પતિ માગતો રહે છે દહેજ

ઈન્દોર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે કેસ નોંધી તપાસ શરુ કરી દીધી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, પીડિતાના લગ્ન માર્ચ 2016માં જયપુરના રહેવાસી અંકિત ફતેહપુરિયા સાથે થયા હતા. લગ્નમાં દહેજ તરીકે દીકરીના પિતાએ સોના, ચાંદી અને હરીના ઘરેણા સહિત એક કરોડનો દહેજ આપ્યો હતો. ઉપરાંત ધૂમધામથી લગ્ન પણ કર્યા, જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.આ પણ વાંચો: અમદાવાદમાં પતિનો પત્નીને ત્રાસ: આ છોકરો કોનો છે? મને છૂટાછેડા આપી દે

રુમમાં બંધ કરી રાખતો, કોઈને મળવા દેતો નહીં

પીડિતાએ પોલીસને જણાવ્યું છે કે, મારા પિતાએ પોતાના હૈસિયત કરતા પણ વધારે પૈસા આપ્યા હતા. પણ લગ્નના એક બે મહિનામાં અંકિત અને તેના પરિવારે દહેજ માટે ત્રાસ આપવાનું શરુ કરી દીધું. દરરોજ નાની નાની વાતોમાં ટોણા મારતા રહેતા હતા. સાથે જ અંતિક કહેતો હતો કે, તારા બાપના ઘરેથી એક કરોડ રુપિયા હજૂ લઈ આવ. જેનો વિરોધ કરતા માર મારતો. બાદમાં તેણે મારુ ઘરમાંથી બહાર નિકળવાનું પણ બંધ કરી દીધું. એટલું જ નહીં જયપુરમાં મારી એક ફોઈ રહે છે, તેને મળવા પણ જવા દેતો નથી. કોઈને સાથે ફોન પર વાત પણ નથી કરવા દેતો.

પતિએ પત્નીની જિંદગી નરક બનાવી દીધી

પીડિતાએ જણાવ્યું છે કે, જ્યારે મેં દહેજ લાવવાની ના પાડી દીધી તો, તે માનસિક ત્રાસ આપવા લાગ્યો. તેને ખબર છે કે, હું શાકાહારી છું, તેમ છતાં પણ નોનવેજ ખાવા માટે દબાણ કરતો રહેતો. તે હોટલમાંથી નોનવેજ લાવતો અને બળજબરીપૂર્વક ખવડાવતો. જો હું ના પાડુ તો, આખો દિવસ ભૂખી રાખતો અને એક રુમમાં બંધ કરી દેતો. મારી સાથે ઢોર જેવો વ્યવહાર કરી માર મારતો.

આ વાત મેં મારા પરિવારને જણાવી તો, તેમણે અંકિત અને તેના પરિવારને સમજાવાની કોશિશ કરી. કેટલીય વાર સમાધાન પણ કર્યા, થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પણ ફરી પોતાની ઔકાત પર આવી ગયો. તેણે છેલ્લે તો એવી હાલત કરી નાખી કે, મારે સાસરિયા છોડીને નિકળી જવું પડ્યું. ત્યાર બાદ હવે પોલીસ પાસે મદદ માટે આવી છું.

Published by:Pravin Makwana

First published:

Tags: Crime NewSource link

Leave a Comment