ક્રૂડ તેલમાં ફરી તેજીનો ચમકારો: સોના-ચાંદી વિશ્વ બજાર પાછળ ઉંચકાયા


– પેલેડીયમ ૧૯૦૦ ડોલરની અંદર ઉતર્યું : વૈશ્વિક ચાંદી ઉછળી ઔંશના ૨૧ ડોલરની સપાટી કુદાવી ગઈ

– ક્રૂડતેલ ઉત્પાદકો ઉત્પાદન વધારશે નહિના નિર્દેશો

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં  આજે   સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.  વિશ્વ બજારના  સમાચાર મજબુતાઈ  બતાવતા હતા.  વિશ્વ બજારમાં  ડોલર ઈન્ડેક્સ તથા  બોન્ડ યીલ્ડ  ઘટતાં  તથા સામે ક્રૂડતેલ ઉંચકાતાં  વિશ્વ બજારમાં   સોનામાં ઘટાડે  ફંડોનું  બાઈંગ  વધ્યાના નિર્દેશો  હતા. 

વૈશ્વિક  સોનાના ભાવ  ઔંશના  ૧૭૪૨થી ૧૭૪૩ વાળા  આજે ઉંચામાં  ૧૭૪૯ થઈ ૧૭૪૬થી  ૧૭૪૭ ડોલર રહ્યા હતા. સોના પાછળ  વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૦.૬૮થી  ૨૦.૬૯ વાળા  વધી ૨૧.૩૩ થઈ  ૨૧.૨૩થી ૨૧.૨૪ ડોલર  રહ્યા હતા.   વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  પણ આજે  ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં  કિંમતી ધાતુઓ ફરી ઉંચી બોલાતી થઊ હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે  સોનાના ભાવ જીએસટી વગર  ૯૯.૫૦ના  રૂ.૫૨૧૯૬  વાળા  રૂ.૫૨૩૦૩  તથા ૯૯.૯૦ના  રૂ.૫૨૪૬૦   વાળા રૂ.૫૨૫૧૩  રહ્યા હતા.  જ્યારે  મુંબઈ ચાંદીના ભાવ  કિલોના  જીએસટી વગર  રૂ.૬૦૪૪૨ વાળા  રૂ.૬૧૫૫૧ રહ્યા હતા. 

મુંબઈ સોના-ચાંદીમાં  જીએસટી સાથેના ભાવ  આ ભાવથી  ૩ ટકા ઉંચા  રહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજદારમાં  આજે સોનાના ભાવ ૯૯.૫૦નારૂ.૫૩૯૦૦ તથા ૯૯.૯૦ના  રૂ.૫૪૧૦૦ જ્યારે  અમદાવાદ  ચાંદીના ભાવ રૂ.૬૧૦૦૦ બોલાઈ રહ્યા હતા.

દરમિયાન,  વિશ્વ બજારમાં  આજે  પ્લેટીનમના  ભાવ ઔંશના  ૯૮૦થી  ૯૮૧ વાળા  વધી ૧૦૦૦થી ૧૦૦૧ થઈ  ૯૯૬થી ૯૯૭   ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે  ૧૯૦૭થી ૧૯૦૮  ડોલરવાળા  ઘટી ૧૮૬૩ થઈ  ૧૮૬૭થી ૧૮૬૮ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ  આજે ઘટતા  અટકી ૧.૭૫થી  ૧.૮૦  ટકા ઉછળતાં  વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ  પર તેની  પોઝીટીવ  અસર દેખાઈ હતી.  વિશ્વ બજારમાં   ક્રૂડતેલના ભાવ  પણ બે મહિનાના  તળિયેથી આજે  ફરી વધી આવ્યા  હતા.

ન્યુયોર્ક ક્રૂડના  ભવા બેરલના  ૭૯.૫૯ વાળા  વધી ૮૧.૨૬ થઈ ૮૧.૧૩  ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ  ૮૬.૯૧ વાળા  ઉંચામાં  ૮૮.૯૦ થઈ  ૮૮.૭૩  ડોલર રહ્યા હતા.   

સાઉદી અરેબિયાના જણાવ્યા મુજબ ક્રૂડતેલનું  ઉત્પાદન  વધારવાની કોઈ દરખાસ્ત નથી અને જરૂર પડે તો  ઉત્પાદન  ઘટાડવામાં  આવશે.  આ નિવેદનની અસર  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પર આજે પોઝીટીવ જોવા  મળી હતી.Source link

Leave a Comment