ખાનપુર જે.પી.ચોક BJP કાર્યાલય પાસેથી 3 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવતી સહિત 4 પકડાયા


અમદાવાદ, તા. 25 નવેમ્બર 2022 શુક્રવાર

અમદાવાદમાં ખાનપુર જે.પી.ચોકમાં ભાજપ કાર્યાલય નજીકથી યુવતી સહિત ચારને એસઓજીની ટીમે ગુરુવારે રાત્રે ત્રણ લાખના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતાં. 

પોલીસને ખાનપુર જે.પી.ચોકમાં ડાયમંડ એવન્યુ સામે જાહેર રોડ પર કેટલાક શખ્સો કારમાં ડ્રગ્સ નો જથ્થો રાખી બેઠા હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસે સ્થળ પર કાર કોર્ડન કરી તપાસ કરતા થાણેની યુવતી સહિત 4 પકડાયા હતા.

SOGએ સ્થળ પર જઈ આઇ 20 કારની બહાર ઊભેલા યુવક અને કારમાં બેઠેલી યુવતી સહિત અન્ય 2 ની તપાસ કરતા ચારેય જણા પાસેથી 29.680 ગ્રામ એમડી મળી આવ્યું હતું. રૂ. 2,96,800ની મત્તાનો ડ્રગ્સનો જથ્થો કબજે લઈ પોલીસે ચારેયની એનડીપીએસ એક્ટ મુજબ અટક કરી હતી. 

પોલીસે પકડેલા શખ્સોમાં યુવતીનું નામ રહેનુમા ઉર્ફ સિઝા અસીમ ખાન ઉ,33 રહે, જીવદાની બિલ્ડિંગ, નારાયણ નગર, થાણે, શાહબાઝ ખાન ફિરોઝખાન પઠાણ ઉં,26 રહે, રૂસ્તમ અલીનો ઢાળ, ખાનપુર, જેનિષ હિરેન દેસાઈ ઉ,32 રહે, ચૈતન્ય સોસાયટી, નવરંગપુરા અને અંકીત જયેશ શ્રીમાળી ઉ,24 રહે, રણછોડ ગોપાલની ખડકી શાહપુરના હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સનો જથ્થો શાહબાઝએ રહેનુમા , જેનીશ અને અંકીતને આપ્યો હતો. શાહબાઝ આ જથ્થો તેના ભાઈ સરફરાઝ પાસેથી લાવ્યાનું પોલીસને જણાવ્યું હતું.Source link

Leave a Comment