ખેડૂત સામે 2019માં કેસ થયો હતો


અમદાવાદ: અમદાવાદમાં પોતાના ઢોરને રસ્તા પર ખૂલ્લા મુકવાં મોંઘા પડી શકે છે. હાઈકોર્ટે આ મામલે શાહપુરના એક દેસાઈ ખેડૂતને છ મહિનાની સજા કરવામાં આવી છે. આ સાથે ઢોરને પકડવા ગયેલા નગર નિગમના કર્મચારીને ધમકાવાના આરોપમાં એક આરોપીને હાઈકોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. વાસ્તવમાં ગુજરાત હાઈકોર્ટે રસ્તા પર રખડતા ઢોરને ખૂલ્લા મુકવા પર પ્રતિબંધ લગાવેલો છે. તેમ છતા પણ આનું ઉલ્લંઘન કરવા માટે હાઈકોર્ટે સજા સંભળાવી છે.

2019માં કેસ કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે, આ મામલે શાહપુરના રહેવાસી દેસાઈ પર 27 જૂલાઈ 2019માં કેસ કરવામાં આવ્યો હતો. તે વખતે સીએનસીડીની ટીમને શાહપુર ગેટ પાસેથી પાંચ ઢોર મળી આવ્યા હતા. ત્યારે દેસાઈએ ટીમના લોકોને ધમકીઓ આપી હતી. આ સાથે દેસાઈએ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ મારફત ધરપકડ કરાવવાની ધમકી પણ આપી હતી.આ પણ વાંચો: પેસેન્જરના સ્વાંગમાં રીક્ષામાં બેસીને કરામત કરતી ગેંગ ઝડપાઈ, ચારની ધકપકડ

કોર્ટ સમક્ષ છ સાક્ષીઓને તપાસ્યા હતા

દેસાઈ વિરૂદ્ધ આઈપીસીની કલમ 308, 289, 186 અને 506(2) ગુજરાત પોલીસ એક્ટ અને પ્રિવેન્શન ઓફ ક્રુરતા નિવારણ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે ટ્રાયલ કોર્ટ સમક્ષ છ સાક્ષીઓને તપાસ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, બે પંચ સાક્ષીઓ દેસાઈ સમુદાયના હોવાથી ફરિયાદ પક્ષના કેસને સમર્થન આપતા નથી.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા

કોર્ટે 308ની કલમ લગાવાની ના પાડી

દરોડા પાડનાર પક્ષના સભ્યોએ દેસાઈ વિરુદ્ધ જુબાની આપી હતી. કોર્ટે કહ્યું કે, દેસાઈના ઢોર રસ્તા પર આવી જતાં કોઈને ઈજા થઈ નથી. તેથી IPCની કલમ 308 લાગુ થઈ શકે નહીં. જો કે, દેસાઈને યોગ્ય વ્યવસ્થા કર્યા વિના તેમના પશુઓને શેરીઓમાં છોડી દેવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું કે આનાથી લોકોના જીવને જોખમ થઈ શકે છે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Ahmedabad news, Gujarat hight court, High Court caseSource link

Leave a Comment