ગત બે દિવસોથી સતત આ શેર 20 ટકા વધી રહ્યા છે.


નવી દિલ્હીઃ Easy Trip Plannersના શેર મંગળવારે ઈન્ટ્રાડે ટ્રેડમાં બીએઈ પર લગભગ 20 ટકાની તેજી સાથે 68.25 રૂપિયાના ભાવ પર બંધ થયા છે. આજે તેના શેરોએ 66.85ની તેની આજ સુધીની સૌથી ઊંચી સપાટીને સ્પર્શ કરી છે. ગત બે દિવસોથી સતત આ શેર 20 ટકા વધી રહ્યા છે. એટલે કે બે કારોબારી દિવસોમાં જ આ શેર 40 ટકા સુધી વઘ્યા છે. વાસ્તવમાં, કંપનીના લાયક શેરધારકોને સોમવારે 3:1ના રેશિયોમાં બોનસ શેર આપવામા આવ્યા હતા. સાથે જ 1:1ના રેશિયોમાં શેર સ્પિલટ પણ કરવામાં આવ્યુ હતુ.

ગત વર્ષે આવ્યો હતો IPO

ગત વર્ષે માર્ચમાં ટૂર એન્ડ ટ્રાવેલ સાથે જોડાયેલી સર્વિસિઝ કંપની Easy Trip Plannersનો આઈપીઓ આવ્યો હતો. તેનું પ્રાઈસ બેન્ડ 186-187 રૂપિયાની વચ્ચે નક્કી કરવામાં આવ્યુ હતુ. કંપનીના શેર 25 મે,2022ના રોજ સૌથી ઊંચી સપાટી 59.56 રૂપિયા પર પહોંચ્યા હતા. ત્યારબાદ હવે આ શેર નવી ઊંચાઈ 68.55 રૂપિયા પર પહોંચી ગયા છે. જાણકારી અનુસાર, Easy Trip Planners એ તેના રોકાણકારોને વર્ષમાં બે વાર બોનસ શેર આપ્યા છે. આ પહેલા કંપનીએ ફેબ્રુઆરીમાં એક પર એક બોનસ શેર આપ્યા હતા.આ પણ વાંચોઃ આખી દુનિયા સામે મોઢું ફાડીને ઊભું છે ડીઝલ સંકટ, શું ભારતમાં પણ નડશે?

શું કરે છે કંપની?

કંપની ટ્રાવેલ, રેલવે ટિકિટ, બસ ટિકિટ, વીઝા પ્રોસેસિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ જોઈએ તો, આ કંપનીની સામે મેક માય ટ્રિપ જેવી કંપનીઓ છે. માર્ચ 2020માં કંપનીની તરફથી જાી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, આ દેશના તમામ મોટા શહેરોમાં તેની શાખાઓ છે. CISIL ના અનુસાર, કંપની હંમેશા નફામાં જ રહે છે.

આ પણ વાંચોઃ સોના-ચાંદીમાં દબાણ, ચાંદી તો 61 નીચે પહોંચી ગયું


(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Published by:Sahil Vaniya

First published:

Tags: Business news, Investment રોકાણ, Stock marketSource link

Leave a Comment