પાંચમી ડિસેમ્બર
યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં
મતદાનની કામગીરીની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સામગ્રીને
લઈને મતદાન મથક ઉપર અવર-જવર કરશે
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે બીજા તબક્કામાં એટલે કે
પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. એ માટેની તૈયારી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં
આવી છે. તો બીજી તરફ મતદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ સાધનસામગ્રી
સુરક્ષિત રીતે મતદાન મથક સુધી પહોંચી શકે તે માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે ૧૬૦ બસનો ઉપયોગ કરવામાં આવશે. જે ચૂંટણીના
આગળના દિવસે જશે તેમજ ચૂંટણી પૂર્ણ થયા બાદ ગાંધીનગર ખાતેના સ્ટ્રોંગ રૃમમાં ઇવીએમ
મુકવા માટે આવશે. જે અંગેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગે વહીવટીતંત્ર દ્વારા તૈયારી
શરૃ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકો માટે બીજા તબક્કામાં
એટલે કે, પાંચમી ડિસેમ્બરના
રોજ ચૂંટણી યોજાશે. ત્યારે ચૂંટણીની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓ તેમજ સાધનસામગ્રી
સુરક્ષિત રીતે મતદાન મથક સુધી પહોંચી શકે એ પ્રકારનું આયોજન પણ સ્થાનિક તંત્ર દ્વારા
હાથ ધરવામાં આવ્યું છે. પાંચ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં એસ.ટી બસનો ઉપયોગ કરવામાં
આવશે. તે અંતર્ગત સ્થાનિક ડેપો દ્વારા પણ બસની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં
આવેલા કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર
ડેપો દ્વારા બસનું સંચાલન કરવામાં આવશે. ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠક માટે ગાંધીનગર ડેપોની બસનો ઉપયોગ કરાશે. તો
અન્ય ત્રણ બેઠક માટે સ્થાનિક ડેપોની મદદ લેવામાં આવશે. જેના ભાગરૃપે જિલ્લામાં યોજાનારી
ચૂંટણી માટે બે દિવસ દરમિયાન ૧૬૦ બસનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણીના આગળના દિવસે કર્મચારીઓ
તેમજ ઈવીએમ તથા મતદાનની સામગ્રી લઈને મતદાન મથક સુધી ચુસ્ત બંદોબસ્ત સાથે જશે. ત્યારબાદ
ચૂંટણીના દિવસે કામગીરી પૂર્ણ થયા બાદ આ તમામ સામગ્રી લઈને બસ ગાંધીનગર પરત ફરશે.