ગુજરાતમાં ઓછા મૂડી રોકાણથી શરૂ કરી શકાય તેવા ટોપ 10 બિઝનેસ આઇડિયા


Table of Contents

ગુજરાતીઓના લોહીમાં બિઝનેસ હોવાનું કહેવાય છે. ઉદ્યોગ સાહસની બાબતે ગુજરાતીઓ દેશ વિદેશમાં અવ્વલ છે. નાના ગામડાથી લઈ શહેરના અનેક લોકો આજે ઉદ્યોગમાં મોટું નામ બનાવી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જો તમે નોકરીના સ્થાને ઉદ્યોગ-ધંધો કરવા માંગતા હોવ તો અહીં ગુજરાતમાં ઓછા મૂડી રોકાણથી શરૂ કરી શકાય તેવા ટોપ 10 બિઝનેસ આઇડિયા (Small Business Ideas In Gujarat With Low Investment) આપવામાં આવ્યા છે.

ટ્રાવેલ બ્લોગિંગ- આજકાલ લોકો ક્યાંય ફરવા જતાં પહેલા જે તે સ્થળ અંગે તપાસ કરે છે. ગુજરાતમાં ફરવા માટે ઘણાં બધાં જુદાં જુદાં સ્થળો છે. જેથી તમે ખાસ ગુજરાત માટે બનાવેલ ટ્રાવેલ બ્લોગ શરૂ કરી શકો છો. આવા બ્લોગથી લોકોને તે સ્થળની સંસ્કૃતિ સમજવામાં મદદ મળી શકે.

ગુજરાતી નાસ્તો- ગુજરાતી નાસ્તા ભારતભરમાં ખૂબ પ્રખ્યાત છે. તમને બનાવતા આવડતા હોય તો તમે ગુજરાતી નાસ્તાનો વ્યવસાય ચોક્કસપણે શરૂ કરી શકો છો. સ્વાદિષ્ટ નાસ્તા વેચીને તમે સારી આવક મેળવી શકો છો અને બ્રાન્ડ બનાવી શકો છો.

નજીકના સ્થળોની વેબસાઈટ- તમે ડિજિટલ માર્કેટિંગ અને વેબસાઇટ મેકિંગમાં નિપુણ હોવ તો તમે વેબસાઇટ શરૂ કરી શકો છો. આ વેબસાઈટ પર તમે ગુજરાતના લોકોને આસપાસના સ્થળો વિશે જાણકારી આપી શકો છો.

ગુજરાતી રેસ્ટોરાં- ગુજરાતી વાનગીઓ ખૂબ સ્વાદિષ્ટ હોવાની વાત બધા જાણે છે. આ ઉપરાંત ગુજરાતી વાનગીમાં અલગ અલગ ઘણી વેરાયટી પણ મળે છે. ત્યારે તમે ઓથેન્ટિક ગુજરાતી ફૂડ માટેની રેસ્ટોરન્ટ શરૂ કરી શકો છો.

કાપડનો વ્યવસાય- ગુજરાતમાં સુરત કાપડ ઉદ્યોગ માટે વિશ્વમાં પ્રખ્યાત છે. જેથી તમે ગુજરાતમાં ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય શરૂ કરી શકો છો. તમે સુરતમાંથી ઘણું શીખીને પોતાનો કાપડનો વ્યવસાય શરૂ કરી શકો છો.

ડ્રોપશિપિંગ બિઝનેસ- હાલ ઈ-કોમર્સ વેબસાઈટનો જમાનો છે. જેના કારણે ડ્રોપ શિપિંગ બિઝનેસ દિવસેને દિવસે લોકપ્રિયતા મેળવી રહ્યો છે. તમે ગુજરાતમાં ઓછા રોકાણના વ્યવસાય તરીકે ડ્રોપશિપિંગ બિઝનેસ પણ શરૂ કરી શકો છો.

ટિફિન સર્વિસ- ગુજરાતમાં અલગ અલગ પ્રકારના ઘણા બિઝનેસ અને નોકરી કરતાં લોકો જોવા મળે છે. તેથી નોકરિયાતોને ટિફિન સેવા પૂરી પાડવી એ સારો વિકલ્પ હોય શકે છે.

નેટવર્ક માર્કેટિંગ- માર્કેટિંગમાં હોશિયાર લોકો રાજ્યભરમાં નેટવર્ક માર્કેટિંગનો વ્યવસાય શરૂ કરી શકે છે. તેમાંથી જુદા જુદા શહેરોમાં કેટલાક ઉત્પાદનોને ઓનલાઇન પ્રમોટ કરી નફો કમાઈ શકાય છે.

શિશુગૃહ- તમને બાળકોનો ઉછેર કરતાં આવડતું હોય બાળકોને સાચવી શકતા હોવ તો તમે ગુજરાતમાં શિશુગૃહ, પ્લેહાઉસ જેવુ શરૂ કરી શકો છો. આ વ્યવસાય ઓછા રોકાણમાં શરૂ થઈ શકે છે, તમારો ટાઈમપાસ પણ થશે અને આવક પણ મળશે.

એક્વેરિયમનો વ્યવસાય – ગુજરાતના લોકો માછલી અને માછલીઘરના શોખીન છે. તેથી જો તમને માછલીઓ વિશે થોડું ઘણું જ્ઞાન હોય તો તમે અહીં એક્વેરિયમનો વ્યવસાય શરૂ કરી શકો છો.

First published:

Tags: Business idea, Business news, Business opportunitySource link

Leave a Comment