ચોંકવાનારો ખુલાસો : મોરબી બ્રિજ દુર્ઘટનાના દિવસે 3,165 ટિકિટ વેચાઈ હતીઓરેવા કંપની અને કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારીનો ખુલાસો થયો

મોરબીના ઝુલતા બ્રિજ પર કેટલા લોકોને સમાવી શકાય, તે અંગે કોઈ મૂલ્યાંકન કરાયું નથી

અમદાવાદ,તા.22 નવેમ્બર-2022,  મંગળવાર

તાજેતરમાં જ ગુજરાતના મોરબીમાં બ્રિજ તૂટી પડતા 141 લોકોના મૃત્યુ નિપજ્યા હતા, ત્યારે આ ઘટનાના FSL રિપોર્ટમાં ઓરેવા કંપની અને કોર્પોરેશન દ્વારા ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારીનો ખુલાસો થયો છે. ઓરેવા ગ્રૂપ પાસે પુલની જાળવણી, સંચાલન અને સુરક્ષાનો કોન્ટ્રાક્ટ હતો. સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો તે થયો કે જે દિવસે પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી, તે દિવસે 3,165 ટિકિટ વેચવામાં આવી હતી.  એટલું જ નહીં આ બ્રિજ પર કેટલા લોકોને સમાવી શકાય, તે અંગે કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી.

ગાર્ડ અને ટિકિટ કલેક્ટર પણ રોજિંદા શ્રમિકો હતા

અહેવાલો અનુસાર, ઓરેવા દ્વારા નિયુક્ત કરાયેલા ગાર્ડ અને ટિકિટ કલેક્ટર રોજિંદા શ્રમિકો હતા. ઓરેવાએ સુરક્ષા પ્રોટોકોલ વિશે ગાર્ડને ક્યારેય સમજાવ્યું નથી અને પુલ પર કેટલાક લોકોને જવાની મંજુરી આપવામાં આવે, તે પણ ગાર્ડ જાણતો નથી. કેબલ ઉપર કાટ લાગી ગયો હતો. એંગલો પણ તૂટી ગઈ હતી. કેબલને એન્કર સાથે જોડતા બોલ્ટો પણ ઢીલા થઈ ગયા હતા.

પુલ તૂટવાની ઘટનાનો મૃત્યુઆંક 141

30 ઓક્ટોબરના રોજ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પર આવેલા બ્રિટિશ શાસનના પુલ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી, આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 141 લોકોના મૃત્યુ થયા ગયા હતા. પોલીસે મોરબી પુલનું સંચાલન કરનારા ઓરેવા ગ્રૂપના ચાર લોકો સહિત 9 લોકોની 31મી ઓક્ટોબરે ધરપકડ કરી હતી.Source link

Leave a Comment