ઝહીર ઇકબાલે નિર્માતા મુદસ્સર અઝીઝની ત્રણ ફિલ્મોના કરાર કર્યા– ડબલ એક્સએલના સેટ પર તેનું કામ જોઇને મુદસ્સર પ્રભાવિત થયો 

મુંબઇ: ઝહીર ઇકબાલે નિર્માતા મુદસ્સર સાથે ડબલ એક્સલમાં કામ કર્યું છે. તેના અભિનયથી પ્રભાવિત થઇને  નિર્માાએ તેને પોતાની આગામી 3 ફિલ્મના ઝહીર ઇકબાલ સાથે કરાર કર્યા છે. 

સૂત્રના અનુસાર, અભિનેતા આ ત્રણ ફિલ્મોમાંથી પ્રથમ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવાનો છે. ઝહીરની આ ફિલ્મ એક સ્પોર્ટસ વિષય પર આધારિત છે. 

ઉલ્લેખનીય છે કે, ઝહિરે નોટબુક ફિલ્મ દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેના અભિનયથી દર્શકો પ્રભાવિત થયા હતા. આ પછી ઝહીરની ડબલ એક્સ ફિલ્મ છે. જેમાંના અભિનયથી નિર્માતાએ તેને પોતાની આગામી 3 ફિલ્મના કરાર તેની સાથે કર્યા છે. સ્પોર્ટસ પર આધારિત ફિલ્મ હજી તો ડેવલપમેન્ટ સ્ટેજમાં બોવાનુ ંસૂત્રે જણાવ્યુ ંહતું. 

ઝહીરે 3 ફિલ્મના કરાર બાબતે જણાવ્યુ ંહતુ ંકે, મુદસ્સર સેટ પર મારા અભિનયથી પ્રભાવિત થયા હતા અને આ પછી તેમણે તેમની સાથે ત્રણ ફિલ્મોના કરાર કરવાની વાત કરી હતી. 

બોલીવૂડમાં નવાસવા ઝહીરે તેને મળેલી આ તક કોઇ રીતે જતી કરી નહી.Source link

Leave a Comment