ત્રણ ટર્મ વિજેતા અશ્વિન કોટવાલ વચ્ચે ચુંટણી જંગ


ઈશાન પરમાર, ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા વિધાનસભા એટલે કે અહીં વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના એમ ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. વાત કરીએ અશ્વિન કોટવાલની તો તેઓ સાબરકાંઠા જીલ્લાના વિજયનગર તાલુકાના પરવઠના વતની છે. તેમનો સમગ્ર પરિવાર રાજકારણ સાથે સંકડાયેલો છે. તેમના પિતા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતમાં પ્રમુખ અને સદસ્ય રહી ચુક્યા છે તો તેમની પત્ની પણ તાલુકા પંચાયતના પ્રમુખ અને સદસ્ય રહી ચુક્યા છે. તો અશ્વિન કોટવાલનો દિકરો પણ વિજયનગર તાલુકા પંચાયતનો પ્રમુખ રહી ચુક્યો છે. અમરસિંહ ચૌધરી સાથે ફરીને બધા લોકો સાથે સંપર્ક સાધ્યો અને ત્યારબાદ તેઓ 2007થી ચૂંટણીમાં કોગ્રેસ સાથે જોડાયા અને 2207, 2012 અને 2017માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

ખેડબ્રહ્મામાં ભાજપ કોંગ્રેસ આમને સામને

યુવા નેતા અને આદિવાસી અગ્રણી એવા અશ્વિન કોટવાલ કે જેવો વિધાનસભાના દંડક પણ રહી ચુક્યા છે. 2જી મે 2022ના રોજ કોટવાલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ભગવો ધારણ કરી લીધો હતો. હવે તેઓ તેમના ગુરૂ ગણાતા અમરસિંહ ચૌધરીના જ પુત્ર સામે ચૂંટણી લડી રહ્યા છે. તુષાર ચૌધરી કે જેઓ અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આમ તો આ વિસ્તાર કોંગ્રેસનો ગઢ મનાય છે અને વર્ષોથી અહીં કોંગ્રેસ જ જીતતી આવી છે. માત્ર અમરસિંહ ચૌધરીના નિધન બાદ બાય ઈલેક્શનમાં ભાજપે થોડા વર્ષ માટે બાજી મારી હતી. 1995, 1998 અને 2002માં અમરસિંહ ચૌધરી ચુંટણી લડ્યા હતા.આ પણ વાંચો: કોંગ્રેસના મોડેલે ગુજરાતને તો તબાહ કર્યું, દેશ આખાને બરબાદ કર્યું: મહેસાણામાં PM મોદી

આ વિસ્તાર કોંગ્રેસનો અજય ગઢ છે

આ વખતે 1995માં 59822 અને ભાજપના બેચરભાઈ બારાના ખાતામાં 33310 મત મડ્યા હતા, 1998માં અમરસિંહ ચૌધરીને 54725 અને ભાજપના મકવાણા વસ્તાભાઈ 29066 મત મળ્યા હતા જ્યારે 2022માં અમરસિંહ 65142 મત મળ્યા હતા. આ સાથે સાથે ભાજપના રમિલાબેન બારાને 54219 મત મળ્યા હતા. એટલે કે અમરસિંહ સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજો અહીંથી ચુંટણી જીત્યા હતા એટલે આ વિસ્તારને કોંગ્રેસનો અજય ગઢ પણ માનવામાં આવે છે.

આ પણ વાંચો: કાંકરેજમાં ભાજપનાં 20 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા, જગદીશ ઠાકોરે ખેસ પહેરાવ્યા

અહીં કોંગ્રેસનો દબદબો યથાવત રહેશે?

વાત કરવામાં આવે તુષાર ચૌધરીની તેઓ બે ટર્મ સાંસદ તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે સાથે તેઓ એક વખત ધારાસભ્ય તરીકે પણ ચુંટાઈ આવ્યા છે. આ વખતે પણ તેમને કોંગ્રેસ દ્વારા ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે પણ કોંગ્રેસનો દબદબો યથાવત રહે તેમ તેઓ જણાવી રહ્યા છે. અને તમામ લોકો પણ તેમણે ઓળખે છે, માટે તેઓ જીતનો દાવો કરી રહ્યા છે. પરંતુ આખરે પરિણામ તો લોકોના હાથમાં છે. કારણ કે, આ વખતે ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારમાં સારો એવો પ્રચાર કરવામાં આવી રહ્યા છે.

તમારા શહેરમાંથી (સાબરકાંઠા)

સાબરકાંઠા

સાબરકાંઠા

Published by:Vimal Prajapati

First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, SabarkanthaSource link

Leave a Comment