દિવ્યાંગો વિના વિઘ્ને મતદાન કરી શકશે


ગુજરાત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી દિવ્યાંગો પણ આ વખતે વિના વિઘ્ને મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. દિવ્યાંગો દ્વારા પણ વધુ સંખ્યામાં મતદાન થાય તેવા હેતુથી ચૂંટણી પંચ દ્વારા સાધના પેરેન્ટસ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જ્ડ પર્સન નામની સંસ્થાના સહયોગથી દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ શપથવિધિ, સાઈન અને સેલ્ફી બુથ સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરાશે

આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગજનો માટે કરવામાં આવેલી સુવિધાઓની માહિતી આપવામાં આવી હતી. જેમાં દિવ્યાંગો માટે ફ્રી ટ્રાન્સપોર્ટેશન અને લાઈનમાં ઊભા રહ્યા વગર સીધા મતદાન કરી શકાય તે માટે કરવામાં આવેલી સુવિધાઓની જાણકારી અપાઈ હતી.આ પણ વાંચો: ગાંધીનગરમાં કાલે મતદાન જાગૃતિ રેલી તો પાંચ તારીખે શ્રમયોગીઓ માટે સવેતન રજા

સુવિધા માટે ગૂગલ એપ જાહેર કરાઈ

આ ઉપરાંત મોબાઈલ એપ દ્વારા નવા મતદાર તરીકે નોંધણી કરાવવી, મતદાર યાદીમાં નામ ટ્રાન્સફર કરાવવા, નામ સુધરાવવા કે કમી કરાવવા, વ્હીલચેર માટેની વ્યવસ્થા, મતદાન મથક શોધવા માટેની વિવિધ સુવિધાઓ માટે ગૂગલ પ્લેસ્ટોર પરથી PWD એપ્લિકેશન ડાઉનલોડ કરવા સહિતની માહિતી આપી હતી. આનાથી દિવ્યાંગજનોને ઘણો ફાયદો થઈ શકશે અને તેઓ પોતાની મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: કોંગ્રેસ નેતાઓ એક બાદ એક કરી રહ્યા છે કેસરિયો, ભાજપમાં જોડાવા લાગી લાઈન

દિવ્યાંગો માટે હેલ્પલાઈન નંબર 1950 જાહેર કરાયો

આ અંગેની વધુ જાણકારી માટે હેલ્પ લાઈન નંબર 1950 જાહેર કરાયો છે. આ સાથે સાથે https://ceo.gujrat.in/ વેબ સાઈટનો પણ ઉપયોગ દિવ્યાગો કરી શકશે. આ હેલ્પલાઇન થકી મતદાન અંગેની સંપૂર્ણ માહિતી દિવ્યાગોને મળી શકશે. દિવ્યાગો સહિત પ્રજ્ઞાચક્ષુઓ માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 182 બેઠકો પર પ્રજ્ઞાચક્ષુઓ માટે અલગ મતદાનની વ્સવસ્થા ઉભી કરવામાં આવશે. અહીંયા કામ કરનારા અધિકારીમાંથી એક અધિકારી પ્રજ્ઞાચક્ષુ સાથે રહેશે. પ્રજ્ઞાચક્ષુએ બ્રેઇલ લિપીમાં વાંચીને જ મતદાન કરવાનું રહેશે.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

Published by:Vimal Prajapati

First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Helpline number



Source link

Leave a Comment