દેશમાં શ્રદ્ધા હત્યા કેસને લઈને ભારે ચર્ચાઓ


દિલ્હી: અત્યારે સમગ્ર દેશમાં શ્રદ્ધા હત્યા કેસને લઈને ભારે ચર્ચાઓ થઈ રહી છે. આ કેસમાં દરોજ નવી નવી હકીકતો સામે આવી રહી છે. શ્રદ્ધા વોકર હત્યાકાંડમાં નવી હકીકતો સામે આવી રહી છે, તેની સાથે સાથે નવા સવાલો પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી જેટલી પણ વિગતો મળી છે તેના આધારે જોવા જઈએ તો શ્રદ્ધા અને આફતાબના સંબંધો ખુબ જ ખરાબ રહ્યા છે. શ્રદ્ધા પ્રેમના નામે ઘણુ બધુ સહન કરી રહી હતી. પરંતુ સવાલ એ થાય છે કે, તેમ છતા પણ શ્રદ્ધા આફતાબનો સાથે કેમ નહોતી છોડતી. દિલ્હી પોલીસને આ મામલે ઘણા સબુતો હાથ લાગ્યા છે.

પોલીસ તપાસમાં વિગતો સામે આવી

આ મામલે પોલીસ પૂનમ બિરનાલ સાથે પણ પૂછપરછ કરી રહી છે. પૂનમ બિરનાલ મુંબઈના વસઈ પાસે આવેલા નાલાસોપારા વિસ્તારમાં રહે છે. પૂનમે આ મામલે જણાવ્યું કે, જ્યારે એવર શાઈન વિસ્તારમાં શ્રદ્ધા અને આફતાબ રહેવા માટે આવ્યા હતા ત્યારે શ્રદ્ધા તેની પાસે ત્રણ વખત મદદ લેવા માટે આવી હતી. આ મામલે પુનમ અને શ્રદ્ધા તે વિસ્તારના પોલીસ સ્ટેશન તુલિંઝ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામા માટે પણ ગયા હતા. તેના પછી બીજા દિવસે એફઆઈઆર કરવામાં માટે પણ અમે લોકો તૈયાર હતા.

આફતાબના માતા પિતાને શ્રદ્ધાને સમજાવી લેતા

પૂનમના જણાવ્યા પ્રમાણે જ્યારે આફતાબ શ્રદ્ધાને મારતો હતો ત્યારે તે ઘરે ના આવતો પરંતુ તે તેના માતા પિતાના ઘરે જતો રહેતો હતો. તે બાદ આફતાબના માતા પિતા શ્રદ્ધાને સમજાવતા અને શ્રદ્ધા આફતાબના માતા પિતાની વાતોમાં આવી જતી. આ સિલસિલો ચાલ્યા જ કરતો હતો. આફતાબ વારંવાર શ્રદ્ધાને માર મારતો અને આફતાબના માતા પિતા શ્રદ્ધાને સમજાવીને મનાવી લેતા હતા.

આ પણ વાંચો: આફતાબે જણાવ્યું નવું રહસ્ય, આ જગ્યાએ નાખ્યું હતું શ્રદ્ધાનું માથું!

તે વારંવાર તેને ઢોરમાર મારતો

આ મામલે પૂનમે આગળ જણાવ્યુ કે, એક વખત જ્યારે શ્રદ્ધા તેની પાસે આવી ત્યારે તેના માથા પર, ગાલ પર અને ગળના ભાગે કાળી શાહીના નિશાન હતા. એટલુ જ નહી તેના ગળા પર એવા નિશાન હતા જાણે તેનું ગળું કોઈએ દબાવ્યુ હોય. તેણે આ મામલે શ્રદ્ધાને પૂછ્યું તો તેણે કહ્યુ કે, ‘આફતાબે તેને ખૂબ મારી છે અને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે, જો હું ત્યાથી ભાગી ના ગઈ હોત તો તે મને મારી નાખત. મે નોનવેજ ખાવાની ના પાડી તેના કારણે તેણે મને આ ઢોરમાર માર્યો હતો.’ આફતાબે તેને નોનવેજ ખાવા માટે દબાણ કરતો અને તે ના પાડે તો તે શ્રદ્ધાને માર મારતો હતો.

આ પણ વાંચો: મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લીધા સાત ફેરા, અપનાવ્યો સનાતન ધર્મ, વાંચો અનોખી લવ સ્ટોરી

આફતાબનો સાથે તેના માતા પિતા આપતા

પૂનમે જણાવ્યું કે, ‘તે સમયે શ્રદ્ધા થોડા સમય માટે સમજાવટ પર રાજી થઈ જતી હતી, પરંતુ ત્યારપછી આફતાબના માતા-પિતાએ શ્રદ્ધાને ફરી ફોસલાનીને પોતાના તરફે કરી લીધી હતી. તેને તેમના પુત્રની ભૂલ ભૂલી જવા અને તેને માફ કરવા વિનંતી કરતા હતા. એ લોકો એવી લાગણીભરી વાત કરતા કે તે પીગળી જતી. જો તે સમયે શ્રદ્ધા તેના માતા-પિતાની વાતમાં ન આવી હોત તો આજે તે જીવિત હોત. પૂનમ સંપૂર્ણપણે આફતાબના માતાપિતાના વલણને દોષી ઠેરવે છે. એ લોકોએ આફતાબને એક રીતે રક્ષણ આપ્યું હતું.

Published by:Vimal Prajapati

First published:

Tags: Murder case, Shraddha Murder Case, પ્રેમ પ્રકરણમાં હત્યાSource link

Leave a Comment