Table of Contents
મહિલા પાસે આરોપીએ બીભત્સ માંગણી કરી
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મહીલા તેના પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. તેના લગ્નના આઠ વર્ષ બાદ પણ કોઇ સંતાન નથી. મહિલાને ગાયનેક ડોક્ટરની દવા ચાલી રહી હતી. ગઇકાલે મહિલા જ્યારે દવાખાને દવા લેવા માટે જઇ રહી હતી ત્યારે તેમના મકાનની નજીક આવેલી ચાલીમાંથી પસાર થઇ રહી હતી તે સમયે એક નરાધમએ તેને રોકી અને ક્યાં જાય છે તેમ પૂછતાં મહિલાએ દવાખાને જઇ રહેલ હોવાનું કહ્યુ હતું.આ પણ વાંચો: પૈસાની લાલચમાં આવીને મેનેજરએ મિત્ર સાથે મળી કર્યું આવું કામ
ધરાધમે મહિલાને બીભત્સ ગાળો આપી
આ બાદમાં આ નરાધમએ મહિલાનો હાથ પકડીને કહેવા લાગ્યો હતો કે, દવાખાને દવા કરાવ્યા વગર મારી જોડે આવ, તને બાળક કરી આપીશ. તેમ કહીને છેડતી કરી હતી. આ સાથે સાથે બીભત્સ ગાળો બોલતા મહિલાએ નરાધમના હાથમાંથી તેનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેથી આ નરાધમે મહિલાને લાફો મારી દીધો હતો. જો કે મહિલાના કાકા સસરાની છોકરી જોઇ જતાં તે પણ ત્યાં આવી પહોચી અને મહિલાને વધુ માર મારે તે પહેલા છોડાવી હતી.
આ પણ વાંચો: ખાખીનો ખૌફ ખતમ, દાદરા નગર હવેલીમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં થઈ લૂંટ
દિવસે દિવસે છેડતીના બનાવોમાં વધારો
જ્યારે નરાધમ આરોપી મહિલાની પાછળ પાછળ તેના ઘરે પહોચ્યો હતો. નરાધમે મહિલાના પતિની રીક્ષાનો કાચ તોડી હુડ પણ ફાડી નાંખીને તોડફોડ કરી હતી. જે અંગેની જાણ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોચી હતી. આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. શહેરમાં છેડતીના બનાવો દિવસે દિવસે વધવા લાગ્યા છે.
તમારા શહેરમાંથી (અમદાવાદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Gir molested, Latest Ahmedabad Crime news, છેડતી, મહિલાની છેડતી