નિકોલના અપક્ષ ઉમેદવારને ઉમેદવારીપત્રક પાછું ખેંચી લેવા દબાણ કરાતા અન્ડરગ્રાઉન્ડ


ઉમેદવારી પત્રક ખેંચવાની મુદત પૂરી થયા પછી જ ઉપસ્થિત થયા

ભાજપના સત્તાવાર ઉમેદવાર જગદીશ વિશ્વકર્મા સામે હરીફાઈ ઊભી થતી હોવાથી દબાણ વધારાયું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શનિવાર

અમદાવાદના નિકોલ વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા ધૂ્રવિન કાનાણીને ઉમેદવારીપત્રક પાછું ખેંચી લેવા માટે ભાજપ તરફથી દબાણ કરતા ફોન કરવાનું વધી જતાં અને તેમના ઘરે જુદાં જુદાં સામાજિક મોભીઓને લાવીને ઉમેદવારી પાછી ખેંચવા દબાણ કરતાં અપક્ષ ઉમેદવાર ધુ્રવિન કાનાણી ફોન મૂકીને અમદાવાદ છોડીને ચાલ્યા ગયા હતા. તેઓ ઉમેદવારીપત્રક પાછી ખેંચવાની મુદત પૂરી થયા પછી જ બહાર આવ્યા હતા.નિકોલ મતદાર સંઘમાં ૨.૫૩ લાખથી વધુ મતદારો છે. તેમાં લેઉઆ પટેલના મત અંદાજે ૮૧૦૦૦ છે. નિકોલની બેઠક પર લેઉઆ પટેલે પસંદ કરવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ ભાજપ તરફથી લેઉઆ સમાજની આ માગણીનો અનાદર કરવામાં આવ્યો હતો. પરિણામે લેઉઆ પટેલ ભાજપતી નારાજ થયા છે. લેઉઆ પટેલ તરીકે નરસિંહ પટેલે ટિકીટ માગી હતી. તેમને ટિકીટ આપી નહોતી. પરિણામે તેમના પુત્ર ધુ્રવિન પટેલે અપક્ષ તરીકે નિકોલની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રક પાછું ખેંચવાની છેલ્લી તારીખ આજે હતી. તેથી તેમને ઉમેદવારી પાછી ખેંચી લેવા માટે શહેર ભાજપના કાર્યકારી પ્રમુખ પરેશ લાખાણીએ પણ ફોન કર્યો હોવાનું કહેવાય છે. 

પક્ષતરફથી દબાણ વધારવામાં આવ્યું અને તેમના દબાણને વશ ન થવું પડે તે માટે રવિવારે મોડી સાંજથી જ અમદાવાદ છોડીને અંબાજી ચાલ્યા ગયા હતા. ઉેમેદવારી પત્રક પાછું ખેંચવાની મુદત પૂરી થતાં આજે સાંજે તેઓ પરત ફર્યા હતા. માત્ર નિકાલમાં જ નહિ, અમદાવાદમાં પણ સમખાવા માટે એક જ સીટ લેઉઆ પટેલને ફાળવવામાં આવી છે તેની નારાજગી ઘણી જ વધારે છે. સમગ્ર અમદાવાદમાં તેમના કુલ મત ૨૦ લાખથી વધુ હોવા છતાં ઠક્કરબાપા નગરમાં કંચન રાદડિયાને જ માત્ર બેઠક આપવામાં આવી છે. આ સિવાય એક પણ લેઉઆ પાટીદારને અમદાવાદમાં બેઠક ફાળવવામાં ન આવી હોવાથી તેમની નારાજગી વધારે છે. નિકોલ અને પૂર્વ અમદાવાદનો પટ્ટો મિનિસૌરાષ્ટ્ર ગણાય છે. સૌરાષ્ટ્રની નારાજગી શાસક પક્ષ પર ખાસ્સી અસર પાડી શકે છે. ગોરધન ઝડફિયાને પણ ઉમેદવારી માટે ગણતરીમાં ન લેવાયા હોવાથી તેમની નારાજગી વધારે છે. 

નિકાલમાંથી અમ્યુકોના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમૅને મધુબેન ચંદુભાઈ પટેલે પણ ટિકીટ માગી હતી. તેમની માગણી ઠુકરાવાઈ છે. તેમ જ તેમના પિત્રાઈ વલ્લભ પટેલે અમરાઈવાડીમાં પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો હોવા છતાંય તેમને આ વખતે ટિકીટથી વંચિત રાખવામાં આવ્યા છે. આ બાબતે પણ લેઉવા પટેલની નારાજગી વધારી દીધી છે. તેની અસર મતદાન ટાણે જોવા મળી શકે છે. તેનાથી ગભરાઈને ભાજપના નેતાઓએ ધુ્રવિન પટેલ અને નરસિંહ પટેલનો સંપર્ક કરી ઉમેદવારી પાછીં ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છ. નિકોલમા કુલ મતદારો ૨,૫૨,૦૦૦ છે. તેમાંથી પંચાલ ૧૨,૬૦૦, માલધારી ૧૫,૦૦૦, મોચી ૧૪૦૦૦, લઘુમતી ૩૯૦૦૦, સૌરાષ્ટ્રના દલિત ૨૮૦૦૦, ક્ષત્રિય ૧૮,૫૦૦, લેઉઆ પટેલ ૮૧,૦૦૦, હિન્દીભાષી ૧૭૦૦૦ અને જૈન ૮૦૦૦ છે. લેઉઆ મતદારો સૌથી વધુ મતદાર હોવાથી તેમને ટિકીટ મળે તેવી આશા હતા. પરંતુ તેમને ટિકીટ મળી નહોતી. તેથી તેમના પુત્રએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમને બેસાડી દેવા માટે દબાણ લાવવામાં આવ્યું હતું.Source link

Leave a Comment