પોતાનો સિબિલ સ્કોર કઈ રીતે જાણી શકાય અહીં જાણો સંપૂર્ણ પ્રક્રિયા


How to check cibil score: જો તમારે કોઈ પણ લોન જોઈતી હશે તો બેન્ક સૌવ પ્રથમ તમારો સિબિલ સ્કોર તપાસશે. ત્યારબાદ જ એ નક્કી થશે કે લોન એપ્લિકેશનને સ્વીકારવી કે નહિ. ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો લિમિટેડ એ સંસ્થા કોઈ પણનો ક્રેડિટ રિપોર્ટ આપનારી મુખ્ય સંસ્થા છે. સિબિલ સ્કોર ત્રણ અંકોની સંખ્યા હોય છે અને તે 300 થી 900 ની વચ્ચે હોય છે.

આ પણ વાંચો:Business Idea: ગોવા જ નહીં ગુજરાતમાં પણ થઈ શકે કાજુની ખેતી, આ ખેડૂતોની જેમ બની શકાય લાખપતિ

સિબિલ સ્કોરનો ઉંચો આંકડો દર્શાવે છે કે તમે નાણાં ચૂકવવા માટે સમર્થ છો. એટલેજ સારો સિબિલ સ્કોર તમને આસાનીથી નીચા વ્યાજે લોન પ્રાપ્ત કરવામાં સહાયક સાબિત થાય છે. તેથી લોન એપ્લાય કરતા પહેલા જો તમને તમારા સિબિલ સ્કોર વિષે માહિતી હશે તો તમારું કામ સરળ બની જશે. સિબિલ સ્કોરના આધારે તમે બેંક કે NBFC નુ સિલેક્શન સરળતાથી કરી શકશો. અહીંયા અમે સિબિલ સ્કોર ચેક કરવા વિશેની માહિતી આપી રહ્યા છીએ.

CIBIL સ્કોર ચેક કરવા માટે

ઘણા એવા ઓનલાઇન પોર્ટલ છે જે તમને સિબિલ સ્કોર વિષે ફ્રીમાં માહિતી આપશે. આ સિવાય તમે સિબિલની ઓફિશ્યિલ વેબ સાઈટ પર જઈને પણ જાણી શકો છો. અહીંયા અમે તમને ઓફિશ્યિલ વેબ સાઈટ પર કઈ રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ.

આ પણ વાંચોઃ 22 વર્ષની ઉંમરે તમારા ખાતામાં હશે 1 કરોડ, એક્સપર્ટે કહ્યું બસ આટલું કરો

– ઓફોશ્યિલ વેબ સાઈટ www.cibil.com પર જાઓ.

– હોમ પેઈજ પર ‘ગેટ યોર ફ્રિ સિબિલ સ્કોર’ પર ક્લિક કરો.

– પછી તમારી પર્સનલ ડિટેલ્સ ફીલ કરી દો.

– ત્યાર પછી એક્ષેપટ્ટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરો.

– મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તે દાખલ કરો અને કન્ટિન્યુ પર ક્લિક કરો.

– સ્ક્રીન પર સક્સેસફુલી એનરૉલેડનો મેસેજ આવી જશે. પછી ડેશ બોર્ડ પર ક્લિક કરો.

– તમારો સિબિલ સ્કોર ડિસ્પ્લે થઇ જશે.

આ પણ વાંચોઃ બારેમાસ કમાણી કરવી હોય તો ઘરેથી જ શરું કરો આ ધીકતો ધંધો, સોસાયટીથી ગલ્લીને ખૂણે બધે જ મળશે ગ્રાહકો

લોન લેવા માટે સારો સ્કોર કેટલો ગણાય

સિબિલ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે. પરંતુ 900 થી નજીકનો આંકડો સારો માનવામાં આવે છે. તેનાથી તમને સારી લોન અને ક્રેડિટ કાર્ડ પર સારી ઓફર મળવા પાત્ર છે. 750 થી 850 નો સ્કોર પણ સારો માનવામાં આવે છે આ રેન્જમાંજ તમારા લોન માટેની સ્વીકૃતિની સંભાવના નક્કી થાય છે. એવું બની શકે કે જે વ્યાજદર તમને 900 માં મળવા પાત્ર હોય એ કદાચ મળશે નહિ.

Published by:Darshit Gangadia

First published:

Tags: Bank loan, Business loan, Credit Cards, Personal loanSource link

Leave a Comment