પોસ્ટ ઓફિસની આ પોલિસીમાં રોકાણ કરીને 2 કરોડ મેળવો


Post Office Scheme: પોસ્ટ ઓફિસ, સ્મોલ સેવિંગ સ્કીમ સિવાય ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ પણ આપી રહી છે. ઇન્ડિયા પોસ્ટ ઓફિસની વેબ સાઈટ પર જણાવેલ જાણકારી મુજબ, પોસ્ટ ઓફિસ દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં પોલિસી વેહેચવામાં આવી છે. જેની સંખ્યા અંદાજે 50 લાખ જેટલી છે. તેમજ દાવો છે કે આ દેશની સૌવથી જૂની ઇન્સ્યોરન્સ કંપની છે. પોસ્ટ ઓફિસ પોતાની સેવાઓ 2 ભાગો દ્વારા વહેંચી રહી છે. જેમાં એક પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ અને બીજું રૂરલ પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ. અહીં અમે તમને એક એવી પોલિસી વિષે જાણવાના છીએ જેમાં 2 કરોડ સુધીની રકમ મળવા પાત્ર છે.

આ પણ વાંચોઃ Sensex@62000: સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર છે ત્યારે શેર ખરીદવા કે વેચવા? શું કહે છે એક્સપર્ટ

આ ઉંમરે મળશે લાભ

પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ છે Whole Life Assurance. તેને સુરક્ષાના નામે પણ ઓળખવામાં આવે છે. આ વીમા પોલિસી હેઠળ વીમા ધારકને 80 વર્ષ સુધી કન્સિડર કરવામાં આવે છે. આ સમય દરમ્યાન જો તેનું મોટ થઇ જાય છે તો નોમિનીને  મેચ્યોરિટીનો લાભ મળવા પાત્ર છે. જો 80 વર્ષ સુધી પોલિસી ધારક જીવિત રહે છે તો તેને મેચ્યોરિટીનો લાભ મળવા પાત્ર છે. આ સાથે વિમાની રકમ ઉપરાંત બોનસ પણ મળે છે.

આ પણ વાંચોઃ PPF: પીપીએફ ખાતાધારકનું અચાનક મૃત્યુ થાય તો ભરેલા રૂપિયા કોને મળશે? જાણો શું છે નિયમ

પ્રીમિયમ વિષે માહિતી

પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ કેલ્ક્યુલેટર મુજબ જો કોઈ વ્યક્તિ 20 વર્ષની ઉંમરે 50 લાખની Whole Life Assurance પોલિસી ખરીદે છે તો તેમણે દર મહિને આશરે 8100 રૂપિયા ભરવાના રહેશે. તેનો ફાયદો 80 વર્ષે મળશે. જો ધારક 55 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું નક્કી કરે છે તો તેમણે 35 વર્ષ સુધી ભરવું પડશે. તેની નેટ રકમ રૂ.8099 થશે. 58 વર્ષ સુધી પ્રીમિયમ જમા કરવા પર દરેક મહિને રૂ.8099 ભરવાના રહેશે અને જે 38 વર્ષ સુધી ભરવા પડશે. તેમજ જો 60 વર્ષની સ્કીમમાં જાય છે તો દર મહિને રૂ.7054 ભરતાની સાથે 40 વર્ષ સુધી રકમ જમા કરવાની રહેશે.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

મેચ્યોરિટી પર 2 કરોડ

પાકતી મુદતના લાભોની વાત કરીએ તો 1000 ની રકમ પર રૂ.76 નું બોનસ મળશે. 50 લાખના બોનસ પર દર વર્ષે 3.8 લાખનું બોનસ મળશે. જો કુલ 35 વર્ષનું પ્રીમિયમ જમા કરવામાં આવે તો બોનસ રૂ.1.33 કરોડ અને કુલ નેટ રિટર્ન રૂ.1.83 કરોડ થશે. તેમજ 38 વર્ષ માટે આ રકમ ક્રમશ રૂ.1.44 અને 1.94 કરોડ થશે અને 40 વર્ષ માટે જોઈએ તો રૂ.1.52 અને 2 કરોડ થશે. પોલિસી ધારક 80 વર્ષ પૂર્ણ કરતા સંપૂર્ણ રકમ મેળવવા પાત્ર બને છે અને જો તેની પહેલા જ તેનું મૃત્યુ થાય છે તો મેચ્યોરિટી રકમ તેમના નોમિનીને મળે છે.

આ પણ વાંચો:Paytm યુઝર્સ અન્ય UPI એપ પર સીધા જ રુપિયા ટ્રાન્સફર કરી શકશે,જાણો A to Z પ્રોસેસ

મહત્વપૂર્ણ વિશેષતાઓ

– આ વીમા પ્રોડક્ટ ઓછામાં ઓછા 19 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષ સુધી ખરીદી શકાય છે.

– લઘુત્તમ વીમાની રકમ 20 હજાર અને મહત્તમ વીમા રકમ 50 લાખ રૂપિયા છે.

– 4 વર્ષ પછી પોલિસી પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

– 3 વર્ષ પછી પોલિસી સરેન્ડર કરી શકાય છે.

– 5 વર્ષ પહેલાં આત્મસમર્પણ કરવામાં આવે તો બોનસ મળશે નહીં.

– આ વીમાને 59 વર્ષની ઉંમર સુધી એન્ડોમેન્ટ એશ્યોરન્સ પોલિસીમાં રૂપાંતરિત કરી શકાય છે.

– પ્રીમિયમ ભરવાની ઉંમર 55,58 અને 60 વર્ષ પસંદ કરી શકાય છે.

– 1000 રૂપિયાની વીમા રકમ પર વાર્ષિક 76 રૂપિયાનું બોનસ મળી રહ્યું છે.

Published by:Darshit Gangadia

First published:

Tags: Investment in Post Office, Money Investment, Post Office SchemeSource link

Leave a Comment