બીજી T20માં વિસ્ફોટક ઇનિંગ બાદ રાહુલે શેર કર્યો ખાસ વીડિયો, સુનીલ શેટ્ટીએ કરી કોમેન્ટ


IND VS SA 3rd T20I : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે છેલ્લી T20 મેચ રમાશે. વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી T20 મેચ હશે. પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર કેએલ રાહુલને ત્રીજી ટી20માં સામેલ કરવામાં આવ્યો નથી. તેને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન રાહુલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે નેટ્સ પર પ્રેક્ટિસ કરતો જોઈ શકાય છે. આ વીડિયોમાં બીજી ટી20 મેચ પહેલાની કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેએલ રાહુલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વ્લોગ શેર કર્યો છે. તેણે તેનું નામ કેલોગ રાખ્યું છે. વિડિયોમાં કેટલીક ટૂંકી ક્લિપ્સ નાખવામાં આવી છે. શરૂઆતમાં, તે હોટેલમાં પ્રવેશી રહ્યો છે. તેણે એરપોર્ટ અને પ્લેનમાં મુસાફરીની ક્લિપ્સ પણ મૂકી છે. તે નેટ્સમાં સ્ટ્રેચિંગ કરતો તેમજ બેટિંગ કરતી વખતે આકર્ષક શોટ ફટકારતો જોઈ શકાય છે.

આ પણ વાંચો : શેન વોટસનના મતે ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ કયો બોલર હોવો જોઈએ

રાહુલનો આ વીડિયો પોસ્ટ થતાં જ ફેન્સે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીએ પણ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેણે બંને હાથ એકસાથે ઉંચા કરીને હાર્ટ અને સેલિબ્રેટિંગ ઇમોજી પણ પોસ્ટ કર્યા.

ચાહકોનું કહેવું છે કે રાહુલ કિંગ છે અને તેઓ આશા રાખે છે કે તે વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કરશે. તો કેટલાક ચાહકોનું માનવું છે કે દક્ષિણ આફ્રિકા સામે ઘરની ધરતી પર ભારતની પ્રથમ T20 શ્રેણી જીતવામાં રાહુલનો મહત્વનો ભાગ છે.

રાહુલને આપવામાં આવ્યો આરામ

ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. આવી સ્થિતિમાં રાહુલની સાથે વિરાટ કોહલીને પણ ત્રીજી T20 મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રાહુલની જગ્યાએ ઋષભ પંતને રોહિત સાથે ઓપનિંગ કરવાની તક મળી શકે છે.

તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકા સામેની બીજી મેચમાં રાહુલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તેણે 28 બોલમાં 57 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પ્રથમ મેચમાં પણ અડધી સદી ફટકારી હતી. આ શ્રેણી પહેલા તેના સ્ટ્રાઈક રેટ પર ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા હતા પરંતુ બીજી T20માં 203 થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને તેણે તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.

Published by:mujahid tunvar

First published:

Tags: Cricket News Gujarati, KL Rahul, Sports news, T20 World Cup 2022, Team india, Virat kohali, ક્રિકેટSource link

Leave a Comment