ભાજપનુ રાષ્ટ્રીય મેયર સંમેલન: એવુ કામ કરો કે પેઢીઓ તમને યાદ કરે – PM મોદી


નવી દિલ્હી, તા. 20 સપ્ટેમ્બર 2022 મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધિત કરી. દરમિયાન પીએમ મોદીએ ભાજપ મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો.

વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આઝાદીના અમૃતકાળમાં આગામી 25 વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સંમેલનની મોટી ભૂમિકા છે. આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા આવ્યા નથી. સત્તામાં બેસવા આવ્યા નથી. સત્તા આપણા માટે માધ્યમ છે. લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા કયા પ્રકારે આપણે જનતાની સેવા કરી શકીએ છીએ તે માટે આપણે કામ કરીએ છીએ. 

રાષ્ટ્રીય મેયર્સ કોન્ફરન્સમાં પીએમ મોદીનુ સંબોધન

ભાજપનુ રાષ્ટ્રીય મેયર સંમેલન ગાંધીનગરમાં થઈ રહ્યુ છે. રાષ્ટ્રીય મેયર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યુ કે સરદાર વલ્લભભાઈ પટેલએ મેયર તરીકે પોતાની સફર શરૂ કરી. આપણે એક શ્રેષ્ઠ ભારત માટે તેમના બતાવેલા માર્ગ પર ચાલીશુ અને આના વિકાસ માટે કામ કરીશુ.

તમામ મેયરોએ સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનુ પાલન કરવુ જોઈએ. સરદાર સાહેબે નગર પાલિકામાં કામ કર્યા તેને આજે પણ ખૂબ સન્માનથી યાદ કરવામાં આવે છે. તમારે પણ પોતાના શહેરોને તે સ્તરે લઈ જવાના છે જેથી આગામી પેઢીઓ તમને યાદ કરે. 

લાંબા સમયથી શહેરોના વિકાસ માટે ભાજપ પર વિશ્વાસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે સામાન્ય નાગરિકનો સંબંધ જો સરકાર નામની કોઈ વ્યવસ્થાથી આવે છે તો પંચાયતથી આવે છે, નગર પંચાયતથી આવે છે, નગરપાલિકાથી આવે છે, મહાનગર પાલિકાથી આવે છે. તેથી આ પ્રકારના વિચાર-વિમર્શનુ મહત્વ વધી જાય છે.

આપણા દેશના નાગરિકોએ ખૂબ લાંબા સમયથી શહેરોના વિકાસ અંગે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. તેને નિરંતર જાળવી રાખવો, તેને વધારવો આપણા સૌની જવાબદારી છે. જમીની સ્તરથી કામ કરવુ તમામ મેયરોની જવાબદારી છે. શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને વિકાસ નક્કી થાય. 

Source link

Leave a Comment