ભારતનો ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વન-ડેમાં 7 વિકેટે પરાજય, લાથમની સદી


INDvsNZ: આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ઑકલેન્ડના ઇડન પાર્કમાં રમાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો છે. મેચમાં ન્યુઝીલેંડના કેપ્ટન વિલિયમસને ટોસ જીત્યો હતો. ટોસ જીતીને તેણે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. જેમાં ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી કેપ્ટન વિલિયમસન અને ટોમ લાથમે શાનદાર બેટિંગ કરતાં અનુક્રમે 94 અને 145 રન બનાવ્યા હતા જેના થકી ટીમ આસાનીથી જીતી ગઈ હતી.

ભારત તરફથી કેપ્ટન શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગમાં ઉતર્યા હતા અને બંનેએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

Published by:Mayur Solanki

First published:

Tags: Cricket News Gujarati, India vs new zealand, Kane williamson

Source link

Leave a Comment