ભારતનો ભાગેડૂ ઝાકિર નાઈક ફીફા વર્લ્ડમાં ધાર્મિક પ્રવચન આપશે


નવી દિલ્હી: કતરે વિવાદાસ્પદ ભારતીય ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકને ફીફા વિશ્વ કપ 2022માં ધાર્મિક પ્રવચન આપવા માટે આમંત્રિત કર્યા છે. જે ભારતમાં પ્રતિબંધિત છે. ભારતમાં મની લોન્ડ્રીંગ અને હેટ સ્પિચના આરોપનો સામનો કરી રહેલા નાઈક 2017થી મલેશિયામાં રહે છે. ભારતે તેને ભાગેડૂ જાહેર કર્યો છે. કતર સરકારના માલિકીવાળા સ્પોર્ટ્સ ચેનલ અલકાસના પ્રસારણકર્તા ફૈસલ અલ્હાઝરીએ ટ્વિટ કર્યું છે કે, કતરના મીડિયા એન્ડ ફિલ્મ પ્રભારી જૈન ખાને પણ એક આમંત્રિત ગણમાન્ય વ્યક્તિ તરીકે કતરમાં નાઈકની ઉપસ્થિતિનિ પુષ્ટિ કરી અને ટ્વિટ કર્યું કે આપણા સમયના સૌથી લોકપ્રિય ઈસ્લામિક વિદ્વાનોમાંથી એક ડો. ઝાકિર નાઈક #FIFAWorldCup માટે કતર પહોંચી ગયા છે.

ભારતે 2016ના અંતમાં ઝાકિર નાઈકને ઈસ્લામિક રિસર્ચ ફાઉંડેશનને તેના અનુયાયિઓ દ્વારા વિભિન્ન ધાર્મિક સમુદાયો અને સમૂહો વચ્ચે દુશ્મની, ધૃણા અથવા દુર્ભાવનાની ભાવનાઓને પ્રોત્સાહન આપવા અને તેને આગળ ધપાવવાનો પ્રયાસ કરવા માટે તેને ગેરકાયદેસર ઘોષિત કરી દીધો હતો. આ વર્ષે માર્ચમાં ગૃહમંત્રાલયે આઈઆરએફને એક ગેરકાયદેસર સંગઠન ઘોષિત કર્યું અને તેને પાંચ વર્ષ માટે પ્રતિબંધિત કરી દીધું. નાઈક જેણે 1990ના દાયકા દરમિયાન IRF ના માધ્યમથા દાવાની પોતાની ગતિવિધિઓ માટે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી, તે તુલનાત્મક ધર્મ પીસી ટીવીના સંસ્થાપક પણ છે.

આ પણ વાંચો: કતારમાં ફીફા વર્લ્ડકપનો આજથી પ્રારંભ, ઓપનિંગ સેરેમનીમાં BTS ધૂમ મચાવશે

આ ચેનલની કથિત રીતે 100 મિલિયનથી વધારે દર્શકો સુધી પહોંચી હતી, જેમાં કેટલાય લોકો તેને સલાફી વિચારધારાના પ્રતિપાદક તરીકે માનતા હતા. ભારતીય કાયદાથી બચવા માટે ઝાકિર નાઈક મલેશિયા ચાલ્યો ગયો હતો. ભલે મલેશિયામાં તેનું સ્થાયી નિવાસ હોય, પણ આ દેશે પણ 2020માં રાષ્ટ્રીય સુરક્ષાના હીતોને ધ્યાનમાં રાખતા નાઈકને ધાર્મિક ઉપદેશ આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

હકીકતમાં જોઈએ તો, ફીફા વર્લ્ડ કપનું આયોજન પહેલી વાર મુસ્લિમ દેશમાં થઈ રહ્યું છે. એક્સપર્ટ તેને ઈસ્લામિક પ્રચારના ટૂલ્સ તરીકે જોઈ રહ્યા છે. કતરે વિવાદીત ભારતીય ચિત્રકાર એમએફ હુસૈનને શરણ આપ્યો હતો. નુપુર શર્મા વિવાદમાં પણ કતર વિરોધ દર્શાવનારા દેશોની આગેવાની કરતું હતું.

Published by:Pravin Makwana

First published:



Source link

Leave a Comment