ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ રસપ્રદ કિસ્સો શેર કર્યો


નવી દિલ્હી: કોંગ્રેસની ભારત જોડો યાત્રાના મહારાષ્ટ્ર તબક્કાનું સમાપન થઈ ગયું છે. આ યાત્રાથી રાહુલ ગાંધીનો એક મેચ્યોર ચહેરો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતાઓનું કહેવુ છે કે, ચૂંટણીમાં તેનો ફાયદો દેખાવામાં થોડો સમય લાગશે. રાહુલ ગાંધીએ પોતાના નાનપણનો એક કિસ્સો સંભળાવતા કહ્યું કે, એક વાર તેમણે પોતાની માતા સોનિયા ગાંધીને પુછ્યું હતું કે, શું તે દેખાવમાં સુંદર લાગે છે, તેના પર માતાએ જવાબ આપ્યો હતો, ના, ઠીકઠાક લાગે છે.

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ એક યૂટ્યૂબર સમદીશ ભાટિયા સાથે ઈન્ટરવ્યૂમાં પોતાના બાળપણનો કિસ્સો શેર કરતા કહ્યું કે, જ્યારે હું બાળક હતો, ત્યારે મેં મારી માતા પાસે જઈને પુછ્યું હતું કે, મમ્મી, શું હું દેખાવે સુંદર લાગું છું. માએ તુરંત મારી સામે જોયું અને કહ્યું કે નહીં, તું ઠીકઠાક દેખાય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી મમ્મી આવા જ છે. તેઓ તુરંત અરીસો બતાવી દે છે. મારા પિતા પણ આવા જ હતા. મારો આખો પરિવાર આવો છે. જો આપ કંઈ કહો છો, તો તેઓ આપની સામે સચ્ચાઈ લાવીને મુકી દેશે.

આ પણ વાંચો: ભારત જોડો યાત્રા; વચ્ચે રાહુલ ગાંધી આવશે ગુજરાત, વડોદરામાં કરશે રોડ શો

કોણ ખરીદે છે રાહુલ ગાંધી માટે બૂટ

પોતાના જીવન અને જીવનશૈલી વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું તે પોતાના માટે બૂટ ખરીદે છે, પણ ક્યારેક ક્યારેક તેમની માતા અને બહેન પણ ખરીદી લાવે છે. ઘણા નેતાઓ જે મારા મિત્રો છે, તે પણ મને બૂટ ભેટમાં મોકલે છે. શું ભાજપમાંથી કોઈ મોકલે છે, તો રાહુલ ગાંધીએ કહ્યું કે એ લોકો ખાલી મારા પર ફેકે છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Rahul gandhi latest newsSource link

Leave a Comment