માનવ અવશેષોથી ભરેલી 53 બેગ મળી, શ્વાને ભાંડો ફોડ્યો


ક્સિકો: એક પ્રખ્યાત વિસ્તારમાં ભૂગર્ભમાં માનવ અવશેષોથી ભરેલી 53 બેગ મળી આવી છે. ફોરેન્સિક અધિકારીઓ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક કૂતરાને કારણે આ શોધ શરૂ કરવામાં આવી હતી. મેક્સિકોમાં સર્વન્ટિનો ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, આ દરમિયાન એક 32 વર્ષની મહિલા તેના ખોવાયેલા ભાઈને શોધતી ત્યાં પહોંચી હતી. સ્થાનિક લોકોએ અહીં એક કૂતરાને મોઢામાં માનવ હાથ રાખીને રખડતો જોયો હતો. ગુમ થયેલા લોકોને શોધી રહેલી સંસ્થા વુમન્સ કલેક્ટિવના મેન્ડોઝાએ કહ્યું કે, એક સમયે મને લાગ્યું કે, આ શોધ કામ નહીં કરે, કારણ કે તેઓ લોકોને બીજે ક્યાંક દફનાવી રહ્યા છે.

આ પણ વાંચો: વિદેશથી આવતા પ્રવાસીઓને મોટી રાહત, ભારત સરકારે એર સુવિધા ફોર્મ ભરવાની શરત નાબૂદ કરી

મેક્સિકોમાં ઑક્ટોબરના અંતમાં, ફોરેન્સિક નિષ્ણાતોને 53 બેગમાં માનવ અવશેષો મળ્યા હતા. છેલ્લા કેટલાક મહિનામાં ગુઆનાજુઆટોમાં લગભગ 300 લોકો ગેંગ વોરનો શિકાર બન્યા છે. આ વિસ્તાર ઔદ્યોગિક હબ છે, જ્યાં વિદેશી કંપનીઓના વાહનોનું ઉત્પાદન થાય છે.

ઇરાપુઆટો, ગુઆનાજુઆટો રાજ્યની રાજધાનીથી એક કલાક દૂર છે. સત્તાવાર માહિતી અનુસાર, આ મેક્સિકોનો બીજો સૌથી અસુરક્ષિત વિસ્તાર છે.

ગુઆનાજુઆટો મેક્સિકોનું સૌથી વધુ હિંસક રાજ્ય છે, જે ડ્રગ સંબંધિત ગેંગ્સ વચ્ચે આંતરીક હિંસાને કારણે છે. આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે અહીં 2,400થી વધુ હત્યાઓ થઈ છે. આ સમગ્ર દેશમાં થયેલી હત્યાના 10 ટકા છે. આ દરમિયાન, લગભગ 3,000 લોકો ગુમ થયા હતા.

આ પણ વાંચો: શિવાજી પર રાજ્યપાલની ટિપ્પણી પર આક્રોશ, ભાજપ ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનો કરી રહ્યું છે પ્રયાસ

આ હિંસક રક્તપાત છતાં, આ એક સમયે શાંતિપૂર્ણ વિસ્તાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સાન મિગુએલ, એક સુંદર વસાહતી-શૈલીનું શહેર, દર વર્ષે હજારો વિદેશીઓને આકર્ષે છે. હિંસા ઘણીવાર પ્રવાસીઓ દ્વારા જોવાથી છુપાવવામાં આવે છે.

Published by:Samrat Bauddh

First published:

Tags: Mexico, Murder MistrySource link

Leave a Comment