મોદી સરકારના મંત્રીએ કર્યો મોટો દાવો, દર મહિનો 16 લાખ રોજગાર આપતા હોવાનો દાવો


નવી દિલ્હી: રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારમાં દર મહિને લગભગ 16 લાખ રોજગાર ઊભા થઈ રહ્યા છે. વૈષ્ણવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા અજમેરમાં આયોજીત રોજગાર મેળામાં સંબોધન કરી રહ્યા હતા. સત્તાવાર નિવેદન અનુસાર, વૈષ્ણવે પોતાના સંબોધનમાં કહ્યું કે, આ સરકારમાં દર મહિને લગભગ 16 લાખ રોજગાર ઊભા થઈ રહ્યા છે અને પારદર્શિતા મોદી સરકારની માસ્ટર કી છે.

તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં આર્થિક સંકટની સ્થિતિમાં ભારત સંભાવનાઓથી ભરેલો એક ઊર્જા સ્ત્રોત તરીકે ઊભરી રહ્યો છે. તેમણે કહ્યું કે, મોદી સરકારની યોજનાઓથી આજે દરેક વર્ગની જિંદગી સરળ થઈ ગઈ છે. યુવાનોને રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમનો મંત્ર અપનાવવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, જીવનમાં એ લોકોને જ વિજય પ્રાપ્ત થયા છે, જે હંમેશા પોતાના કર્તવ્યમાં રાષ્ટ્રને પ્રથમ રાખે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સાથે નાનકડી આધ્યાનો વીડિયો તમે જોયો કે નહીં? થઇ રહ્યો છે વાયરલ

તો વળી યુવાનો સામે આવનારા સંશય સહિત અન્ય પડકારોનો ઉલ્લેખ કરતા વૈષ્ણવે કહ્યું કે, તેઓ ફક્ત એક વાત યાદ રાખે કે ક્યારેય મનમાં કોઈ પ્રકારનો સંશય નહીં હોય, તે મંત્ર છે રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમ.

તેમણે કહ્યું કે, જીવનના અલગ અલગ ભાગોમાં તેના કેટલાય ઉદાહરણો લઈ શકાય છે. પણ એ લોકો જ આગળ આવ્યા, જે લોકોએ સંતુષ્ટિ અને વિજય પ્રાપ્ત માટે હંમેશા પોતાના કર્તવ્યમાં રાષ્ટ્રને પ્રથમ રાખ્યો. ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત 71,000થી વધારે યુવાનોને નિયુક્ત પત્ર આપવાનો કાર્યક્રમ વીડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા શરુઆત કરી હતી. પ્રધાનમંત્રીએ કર્મયોગી પ્રારંભ મોડ્યૂલ શરુ કર્યું જે તમામ નવનિયુક્ત વ્યક્તિઓ માટે ઓનલાઈન ઓરિએંટેશન કોર્સ છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Goverment jobSource link

Leave a Comment