વર્લ્ડ કપ ફૂટબોલ: વર્લ્ડ કપની મેચ એક સાથે જોવા માટે 17 ભારતીયોએ 23 લાખનું ઘર ખરીદી લીધું– નવા ખરીદેલા ઘરમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા 32 ટીમોના ઝંડા પણ લગાવ્યા છે

નવી દિલ્હી,તા.21 નવેમ્બર 2022,સોમવાર

ભારતમાં મેચને લઈને અસલી ઝુનૂન જોવું હોય તો, તમારે કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિની નજીક વર્લ્ડ કપના 17 ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને 23 લાખ રૂપિયાનું ઘર ખરીદી લીધું હતું.

વર્લ્ડ કપ ફુટબોલ 2022ની શરુઆત થઈ ચુકી છે. દુનિયાભરના ફેન્સમાં હાલમાં વર્લ્ડ કપને લઈને ખાસ્સો ઉત્સાહ છે. પણ ભારતમાં મેચને લઈને અસલી જોશ જોવો હોય તો, કેરલ જવું જોઈએ. અહીં કોચ્ચિ નજીક વર્લ્ડ કપના 17 ફેન્સે એક સાથે મેચ જોવા માટે થઈને 23 લાખ રૂપિયાનું ઘર ખીરીદી લીધું હતું.

કેરલના કોચ્ચિમાં મુંડક્કમુગલ ગામના 17 ફેન્સે એક સાથે 23 લાખ રૂપિયામાં એક ઘર ખરીદી લીધું, જેથી તેઓ એક સાથે એક જગ્યા પર મેચ જોઈ શકે. આ તમામ લોકોએ અહીં નવા ખરીદેલા ઘરમાં વર્લ્ડ કપમાં ભાગ લેનારા 32 ટીમોના ઝંડા પણ લગાવ્યા છે.

સાથે જ ફુટબોલ સ્ટાર્સ લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રોટ્રેટ પણ લગાવ્યા છે. ઘરમાં મોટી સ્ક્રીનવાળા ટેલીવિઝઝન લગાવ્યા છે, જેથી બધા મેચ જોઈ શકે.

શેફર પીએએ કહ્યુ કે, અમે ફીફા વર્લ્ડ કપ 2022 માટે કંઈક ખાસ કરવાનો પ્લાન બનાવ્યો હતો. અમારામાંથી તમામે નક્કી કર્યું અને વેચાવા માટે તૈયાર એવું એક મકાન 23 લાખમાં ખરીદી લીધું અને આખું ઘર ઝંડાથી સજાવી દીધું. અમે અહીં એકઠા થવા અને મેચ જોવાનો પ્લાન બનાવ્યો હતો.

ઘર ખરીદતા પહેલા આ ગ્રુપે એક સાથે ફુટબોલ મેચ જોવા માટે અનોખી પરંપરા સ્થાપિત કરી છે. તેઓ છેલ્લા 15-20 વર્ષથી એક સાથે મેચ જોતા આવ્યા છે. જો કે આ વખતે હવે તેમણે મેચ જોવા માટે ઘર ખરીદી લીધું હતું.Source link

Leave a Comment