વાંચો તમારું 25 નવેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય


મેષ : આપે તન-મન-ધનથી વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. કૌટુંબિક પ્રશ્ને વાદ-વિવાદથી દૂર રહેવું.

વૃષભ : રાજકીય- સરકારી કામકાજ અંગે વ્યસ્તતા અનુભવાય. કામમાં સાનુકૂળતા મળી રહેતાં કામનો ઉકેલ સરળવાથી લાવી શકો.

મિથુન : કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ- વ્યસ્તતા- ખર્ચ જણાય પરંતુ કામનો ઉકેલ આવવાથી રાહત રહે. કોઈના ભરોસે રહેવું નહીં.

કર્ક : આપની બુદ્ધિ- અનુભવ- આવડત- મહેનતથી આપના કામનો  ઉકેલ લાવી શકો. સંતાનનો સાથ-સહકાર મળી રહે.

સિંહ : હૃદય-મનની વ્યગ્રતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહ્યાકરે. કામ કરવાની ઈચ્છા થાય નહીં. મિત્રવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.

કન્યા : નોકરી-ધંધાના કામકાજ અર્થે બહાર કે બહારગામ જવાનું બને. દેશ-પરદેશના કામકાજમાં સાનુકૂળતા-સરળતા મળી રહે.

તુલા : કૌટુંબિક-પારિવારિક સામકાજ માટે વ્યસ્તતા દોડધામ જણાય. પત્નીના આરોગ્યની બાબતમાં ચિંતા અનુભવાય.

વૃશ્વિક : આપની ગણત્રી-ધારણા પ્રમાણે જ કામકાજ થવાથી કામ કરવાના ઉત્સાહમાં વધારો થાય. મિલન-મુલાકાત થાય.

ધન : કોર્ટ-કચેરીના કામમાં, રાજકીય- સરકારી કામમાં પ્રતિકૂળતા જણાય. ખાતાકીય તપાસમાં અટવાઈ ન જાવ તેની તકેદારી રાખવી.

મકર : આપના કામમાં આકસ્મિક સરળતા- સાનુૂળતા મળી રહે. આપના કામની સહ-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે.

કુંભ : આપના કાર્યની સાથે સગા-સંબંધીવર્ગ- મિત્રવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા – દોડધામ  રહે. કામનો ઉકેલ આવવાથી રાહત થાય.

મીન : આપના કાર્યમાં સહકાર્યકરવર્ગ- નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન ગોઠવાય.

– અગ્નિદત્ત પદમનાભSource link

Leave a Comment