શનિના કુંભ રાશિમાં પ્રવેશતા જ બનશે વિશેષ રાજયોગ


Shani Rashi Parivartan 2023 : જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ કર્મ ફળદાતા હોવાના કારણે તે દરેક જાતકને તેના કર્મના પ્રમાણે ફળ આપે છે. શનિદેવના રાશિ પરિવર્તન કરતાં જ અનેક રાશિના જાતકોએ શનિની સાડાસાતી અને ઢૈય્યામાંથી મુક્તિ મળે છે, તો ઘણા રાશિના જાતકોને અશુભ પ્રભાવોનો સામનો કરવો પડે છે.

શનિનું રાશિ પરિવર્તન ક્યારે થશે?

જ્યોતિષ ગણના અનુસાર, શનિ આગામી વર્ષે 17 જાન્યુઆરી 2023ના રોજ પોતાની સ્વરાશિ મકર રાશિમાંથી નીકળીને પોતાની સ્વરાશિ કુંભમાં પ્રવેશ કરશે. શનિ આશરે 30 વર્ષ બાદ પોતાની મૂળ રાશિ કુંભમાં ગોચર કરશે. શનિના કુંભ રાશિમાં જવાથી શશ મહાપુરુષ રાજયોગનું નિર્માણ થશે. જાણો કઇ રાશિના જાતકોની કિસ્મત ખુલશે…આ પણ વાંચો : Chanakya Niti: પુરુષોની આ વસ્તુ જોઇને મહિલા કરવા લાગે છે આ કામ, થઇ જાય છે બેકાબૂ

આ રાશિના જાતકોની ખુલશે કિસ્મત

શનિના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી વૃષભ, મિથુન, તુલા તથા ધમુ રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. 17 જાન્યુઆરી 2023થી વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં શનિ ભાગ્યને પ્રભાવિત કરી રહેલા શનિનો પ્રકોપ ખતમ થઇ જશે. મિથુન અને તુલા રાશિના જાતકોને શનિની ઢૈય્યામાંથી મુક્તિ મળશે. સાથે જ ધનુ રાશિના જાતકોને શનિની સાડાસાતીમાંથી મુક્તિ મળશે. જે બાદ આ રાશિના જાતકોની પ્રગતિ શક્ય છે. કાર્યોમાં સફળતા હાંસેલ થશે.

આ પણ વાંચો : Budh Gochar 2022: ગ્રહોના રાજકુમાર બુધ ડિસેમ્બરમાં બે વાર કરશે રાશિ પરિવર્તન, આ રાશિઓનો થશે ભાગ્યોદય

મીન રાશિના જાતકોની સાડાસાતી શરૂ થશે

શનિના કુંભ રાશિમાં પ્રવેશ સાથે જ મીન રાશિના જાતકો પર શનિની સાડાસાતી શરૂ થશે. કર્ક તથા વૃશ્ચિક રાશિના જાતકો પર શનિની ઢૈય્યા પ્રારંભ થશે. શનિ ગોચર કાળમાં આ રાશિના જાતકોને આર્થિક, શારીરિક તથા માનસિક કષ્ટોનો સામનો કરવો પડી શકે છે.

Published by:Bansari Gohel

First published:

Tags: Shani dev, Shani gochar, Shani Gochar 2022, Shani VakriSource link

Leave a Comment