શિક્ષક હોવાનું કહી લગ્ન કર્યા, ભાંડો ફૂટતા પતિએ મારઝૂડ કરી કાઢી મૂકી


દહેજનું દૂષણ ઃ મેઘાણીનગરની મહિલા ને લગ્ન બે વર્ષમાં તગેડી મૂકી

કરિયાણાની દુકાન કરવા દસ લાખની માગણી કરી

અમદાવાદ,રવિવાર

મેઘાણીનગરમાં રહેતી મહિલાનું દહેજના દૂષણના કારણે લગ્નના બે વર્ષમાં ઘર પડી ભાગ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, યુવક શિક્ષક હોવાની વાત કરીને લગ્ન કર્યા હતા પરંતુ બેકાર હોવાનું સામે આવતા મહિલા પાસે રૃા. ૧૦ લાખની માંગણી કરીને મારઝૂડ કરીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે પૂર્વ મહિલા પોલીસે પતિ સહિત પરિવારના પાંચ સભ્યો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કરિયાણાની દુકાન કરવા દસ લાખની માગણી કરી,  તારી માતાએ કંઇ ઘર કામ શિખવાડયું નથી કહી સાસરીયા ત્રાસ આપતા

 આ કેસની વિગત એવી  છે કે મેઘાણીનગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતા ઇશાબહેન મિતેષભાઇ મિશ્રાએ મહિલા ર્પૂર્વ પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પાલનપુર ગામમાં મેઇન બજારમાં રહેતા મિતેષભાઇ સુરેશભાઇ મિશ્રા સહિત પરિવારના પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના મિતેષ સાથે સમાજના રિતી રિવાજ મુજબ  તા.૭ ડિસેમ્બર, ૨૦૨૦માં થયા હતા. લગ્નના બે મહિના સુધી સારી રીતે રાખતા હતા, બાદમાં ઘરકામ બાબતે નાની નાની વાતોને લઇને માનસિક  તેમજ શારિરીક ત્રાસ આપતા હતા.

લગ્ન પહેલા યુવક શિક્ષક હોવાની વાત કરી હતી પરંતુ પતિ પિતાની સાથે કરિયાણાની દુકાને બેસતો  હતો, જેથી ફરિયાદી મહિલાએ પુછતાં ઉશ્કેરાઇને પતિએ મારઝૂડ કરી હતી અને પતિ કરિયાણી દુકાન કરવા માટે રૃા. ૧૦ લાખની માંગણી કરતો હતો, તારી માતાએ કંઇ ઘર કામ શિખવાડયું નથી તેમ કહીને પતિ રાખવાની ના પાડતા હતા. રક્ષા બંધના તહેવારના દિવસે મહિલા તેમના પિતાની સાથે અમદાવાદ આવ્યા હતા ત્યારબાદ પતિ તેણીને તેડી જતા ન હતા અને ફોન પર કોઇપણ જાતની વાત પણ કરતા ન હતા. Source link

Leave a Comment