શિવાજી પર રાજ્યપાલની ટિપ્પણી પર આક્રોશ, ભાજપ ‘ડેમેજ કંટ્રોલ’ કરવાનો કરી રહી છે પ્રયાસ


નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પોતાનું મૌન તોડ્યું છે. કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું કે, શિવાજી મહારાજ આપણા ભગવાન છે. ઉલ્લેખનીય છે કે, કોશ્યારીએ બે દિવસ પહેલા શિવાજીની તુલના નીતિન ગડકરી સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે, “શિવાજી મહારાજ જૂના આદર્શ બની ગયા છે. હવે તમે બાબાસાહેબ આંબેડકરથી લઈને નીતિન ગડકરીને આદર્શ બનાવી શકો છો.”

શિવાજી મહારાજ સાથે જોડાયેલ કોશ્યારીની આ ટિપ્પણીને લઈને મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના બાલાસાહેબાંચી શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે સોમવારે માંગ કરી હતી કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને છત્રપતિ શિવાજી મહારાજ પર કરેલી ટિપ્પણીને લઈને રાજ્યની બહાર ટ્રાન્સફર કરવામાં આવે.

આ પણ વાંચો:  એ વાલ્મિકી સમાજ કે જે કાશ્મીરમાં હજુ પણ SCમાં સામેલ નથી, સરકારે લીધો મોટો નિર્ણય…

એક કાર્યક્રમને મરાઠીમાં સંબોધતા નીતિન ગડકરીએ કહ્યું કે, શિવાજી મહારાજ આપણા ભગવાન છે. આમારે માતા અને પિતા કરતાં શિવાજી મહારાજ પ્રત્યે વધુ નિષ્ઠા છે. તેમનું જીવન આપણા માટે આદર્શ છે. તે એક સફળ, પ્રખ્યાત, સક્ષમ જાહેર રાજા હતા. તેઓ મહામેરુ હતા, નિશ્ચયના અભંગ શ્રીમંત યોગી હતા. ડી.એડ, બી.એડ કરનાર તે રાજા નહોતો. તેમણે વધુમાં લોકોને કહ્યું કે, આ તમારા પુત્રનો સમય છે. કડક શિક્ષણ આપીને રાજા બને છે.

બુલઢાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગાયકવાડે દાવો કર્યો હતો કે, મરાઠા સામ્રાજ્યના સ્થાપક વિરુદ્ધ કોશ્યારીની ટિપ્પણીએ ભૂતકાળમાં પણ વિવાદો સર્જ્યા હતા. ધારાસભ્યએ કહ્યું કે, “રાજ્યપાલે સમજવું જોઈએ કે છત્રપતિ શિવાજી મહારાજના આદર્શો ક્યારેય જૂના થતા નથી અને તેમની તુલના વિશ્વના અન્ય કોઈ મહાન વ્યક્તિ સાથે થઈ શકે નહીં. હું કેન્દ્રમાં ભાજપના નેતાઓને વિનંતી કરું છું કે, જે વ્યક્તિને રાજ્યનો ઈતિહાસની જાણ નથી, તેને બીજી જગ્યાએ મોકલવામાં આવે. ગાયકવાડ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી બાલાસાહેબચી શિવસેનાના ધારાસભ્ય છે, જેણે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.

આ પણ વાંચો: ઘરેથી જાણ કર્યા વગર નીકળતા પિતાને આવ્યો ગુસ્સો, દીકરીને મારી ગોળી અને પછી…

ઉલ્લેખનીય છે કે, શનિવારે કોશ્યારીએ રાજ્યના ‘આદર્શ વ્યક્તિઓ’ વિશે ચર્ચા કરતા કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજ ‘જૂના સમય’ના આદર્શ વ્યક્તિ હતા અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથ દ્વારા ટીકા કરવામાં આવી હતી. રાજ્યપાલે ઔરંગાબાદમાં ભાજપના નેતા ગડકરી અને NCPના વડા શરદ પવારને ડી.લિટ ડિગ્રી એનાયત કર્યા પછી આ ટિપ્પણી કરી હતી.

Published by:Samrat Bauddh

First published:

Tags: Indian Politics, Maharashtra NewsSource link

Leave a Comment