સલમાન ખાનની ભાણેજ આલિઝા અગ્નિહોત્રીનું બોલીવૂડમાં ડેબ્યુ


– સોમેન્દ્ર પાંધીની આગામી ફિલ્મમાં જોવા મળશે

મુંબઇ : સલમાન ખાનની બહેન અલવીરા અને અતુલ અગ્નિહોત્રીની પુત્રી આલિઝા બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે. તે દિગ્દર્શક સોમેન્દ્ર પાંધીની ફિલ્મથી ડેબ્યુ કરશે. પાંધીએ કારકિર્દીમાં ઘણી સફળ વેબ સીરીઝ અને ફિલ્મો આપી છે.  સલમાનની ભાણેજના ડેબ્યુ વિશે સલમાને કોઇ જાણકારી આપી નથી. પરંતુ તે પોતાની બહેનની પુત્રીને પુરતો સપોર્ટ કરશે તેમાં કોઇ શંકા નથી. અલીઝેહ સોમેન્દ્ર પાંધીની આગામી ફિલ્મમા ંજોવા મળવાની છે. જેનું શૂટિંગ શરૂ થઇ ગયું છે અને આવતા વરસે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. 

અલીઝાની સલમાન સાથે ઘણી વખત સ્પોટ કરવામાં આવી છે. સલમાન આ બાબતે પોતાનું કોઇ રિએકશન આપ્યું નથી, પરંતુ એક વાત પાકી છે કે, તે આ વાતને સમર્થન ચોક્કસ આપશે. Source link

Leave a Comment