સાધ્વી પર્વાદિરત્નાજી માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામ્યા-કરજણથી પાલેજ જતી વખતે વિહાર દરમિયાન

-વિહાર કરતા સાધુ-સાધ્વીજીના રક્ષણ માટે સરકાર દ્વારા નક્કર પગલાં નહીં લેવાતાં જૈન સમાજમાં રોષ

અમદાવાદ,બુધવાર

ગુજરાતમાં વિહાર
કરતા જૈન સાધુ-સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં કાળધર્મ પામવાની વધુ એક ધુ્રણાસ્પદ ઘટના
નોંધાઇ છે. કરજણથી પાલેજ જતી વખતે કારની ટક્કરથી સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી કાળધર્મ
પામ્યા છે. આ ઘટનાને પગલે જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે.

આ અંગે પ્રાપ્ત
માહિતી અનુસાર ગચ્છાધિપતિ આચાર્ય રામસૂરીશ્વરજી મહારાજ સાહેબ ડહેલા વાળા સમુદાયના ગચ્છાધિપતિ
અભયદેવ સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાાનુવર્તી સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી  આજે સવારે ૬.૩૦ કલાકે  આચાર્ય રત્નચંદ્રસુરીશ્વરજી મ.સા.ના ડહેલાવાળાના
શિષ્ય રત્ન  આચાર્ય ભગવંત ઉદયરત્નસૂરીશ્વરજી
મ.સા. તથા સાધ્વીગુણદક્ષાજીની સાથે વિહાર કરતાં હતાં. એ વખતે  દિવ્ય વસન્તધામ પાસે એક બોલરો ગાડી દ્વારા અકસ્માત
થતાં સાધ્વીજી પર્વાદિરત્નાશ્રીજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. તેમની ઉંમર માત્ર
૨૪ વર્ષ હતી અને માત્ર દોઢ વર્ષ અગાઉ દીક્ષા લીધી હતી.

આ ઘટના અંગે સમગ્ર
જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ-અમદાવાદ શહેરે એક યાદીમાં જણાવ્યું
કે, “સરકાર દ્વારા આ મામલે ક્યારેય નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે આવા પ્રસંગ
બને છે તો ઠાલા વચનો આપીને શાંત પાડી દેવામાં આવે છે. સરકાર દ્વારા અમગાવાદ-પાલિતાણા
તેમજ અમદાવાદ-શંખેશ્વર વચ્ચે જે લોકો ચાલતા જતા હોય તેવા રાહદારી સાધુ તેમજ અન્ય ગ્રામજનો
માટે પગદંડી બનાવવાની જાહેરાત અનેકવાર કરાઇ છે. 
આ ઉપરાંત અનુપ મંડળ દ્વારા જે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલી રહી છે અને લોકોમાં અંધશ્રદ્ધા
દ્વારા જે વર્ગવિગ્રહના પ્રયાસ કરવામાં આવે છે તેની સામે કડક પગલાં લેવા સરકારમાં રજૂઆત
કરવા છતાં કોઇ નક્કર પગલા લેવાયા નથી. ‘

 Source link

Leave a Comment