સોનલ દેસાઈએ કહ્યું ‘અમેરિકામાં ભલે ફેડ રેટ વધે આ વખતે ભારતની પ્રગતિ નહીં રોકાય’


ભારતીય રોકાણકારો સામાન્ય રીતે ડેટ અથવા ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઝને બદલે ઈક્વિટી તરફ આકર્ષાતા હોય છે. યુએસ જેવા વિકસિત દેશોમાં ફિક્સ્ડ ઈન્ક્મએ મોટી વાત છે. વિશ્વભરમાં મેનેજમેન્ટ હેઠળની ફ્રેન્કલિન ટેમ્પલટનની લગભગ 40 ટકા એસેટ ફિક્સ્ડ ઈન્ક્મ સિક્યોરિટીઝમાં, 32-33 ટકા ઇક્વિટીમાં, લગભગ 18 ટકા અલ્ટરનેટિવ એસેટ અને 10 ટકા મલ્ટિ-એસેટ ફંડ્સમાં છે.

સોનલ દેસાઈ ફ્રેન્કલિન ટેમ્પલટન ફિક્સ્ડ ઈન્કમમાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. ભારતીય મૂળના દેસાઈ આ સંસ્થાની ફિક્સ્ડ ઈન્ક્મ સ્ટ્રેટેજીનું કામ સંભાળે છે. દેસાઈ 2009માં ટેમ્પલટન ગ્લોબલ મેક્રોના રિસર્ચ ડાયરેક્ટર તરીકે જોડાયા હતા અને તે 2018માં ફંડ હાઉસના ફિક્સ્ડ ઇનકમ ડિપાર્ટમેન્ટના ગ્લોબલ હેડ બન્યા હતા.

આ પણ વાંચોઃ જ્યારે Bisleriના માલિકે કહ્યું હતું ‘પાણી વેચીશ’; બધા હસ્યા હતા, આજે 1560 કરોડની બ્રાન્ડ

આજે તે 150થી વધુ પોર્ટફોલિયો મેનેજરો, વિશ્લેષકો અને ટ્રેડર્સની ફિક્સ્ડ ઈન્ક્મ માટે ગ્લોબલ ટીમની દેખરેખ કરે છે, જે 30 સપ્ટેમ્બર સુધીમાં $132 બિલિયનથી વધુની પ્રોપર્ટીઝનું સંચાલન કરે છે. મનીકંટ્રોલના કાયેઝાદ અદજાનિયા સાથેની વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, ભારતને યુએસ બજારો અને ફેડના દરમાં વધારાથી પ્રમાણમાં ઓછો સબંધ છે અને તે તેલના ભાવોથી વધુ પ્રભાવિત છે.

ફ્રેન્કલિન ટેમ્પલટન તેની હાઇ યીલ્ડ સ્ટ્રેટજીઝ માટે યુ.એસમાં લોકપ્રિય છે. ભારતમાં આ ફંડહાઉસ લોકપ્રિય રીતે ક્રેડિટ રિસ્ક ફંડ્સ તરીકે ઓળખાય છે અને પાછલાં આશરે ચાર વર્ષોમાં ફંડ્સને ભારે ઉથલપાથલમાંથી પસાર થવું પડ્યું હતું.

આ પણ વાંચોઃ ભારતીયો માટે ખુશખબરી! હવે ઓસ્ટ્રેલિયામાં નોકરી અને સ્ટડી માટે જવાનું વધુ સરળ

શું આવા ફંડ્સ યુ.એસમાં સારી રીતે સમજવામાં આવે છે?

હા, જ્યાં સુધી યુએસ રોકાણકારોનો સંબંધ છે, તેઓ સારી રીતે સમજી ગયા છે. યુએસ માર્કેટ અત્યંત મોટું છે, $1.5 ટ્રિલિયનથી મોટું છે અને તેમાં ડેપ્થ પણ ઘણી છે. તેથી ત્યાં એક નક્કર સમજ પ્રસ્થાપિત છે.

ભારત એ સરખમણીએ ખૂબ જ યુવા બજાર છે – આ એક વાસ્તવિકતા છે. યુ.એસમાં તેની શરૂઆત 1980ના દાયકામાં જંક બોન્ડથી થઈ હતી. તે લગભગ 40 વર્ષ જૂનું બજાર છે. ડાઉનગ્રેડ અથવા ડિફોલ્ટ્સને સ્વીકાર્ય જોખમ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારોને હાઇ યીલ્ડ અને રિટર્નની સંભાવના દ્વારા વળતર આપવામાં આવે છે. તમે હાઇ યીલ્ડ માર્કેટમાં ખુબ ઓછા વોલેટાઇલ ઇન્ડેક્સ સાથે ઇક્વિટી જેવું રિટર્ન પ્રાપ્ત કરવામાં સક્ષમ હોવ છો.

આ પણ વાંચોઃ અચાનક આ શેરે ભરી ઉડાન 8 દિવસમાં રુ.1 લાખ બન્યા રુ.2.21 લાખ

2020ના ફ્રેન્કલિન ટેમ્પલટનના ઇન્ડિયા એપિસોડમાંથી તમારી સૌથી મોટી ટેકઅવેઝ શું હતી જ્યારે તેની ડેટ સ્કીમ્સ ક્રેડિટ કટોકટીમાં ફસાઈ ગઈ હતી?

હા, સ્વાભાવિક રીતે અમારા માટે તે માર્કેટ મુશ્કેલ હતું. પરંતુ આપણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે કોવિડ-19ની જેવું સંકટ ક્યારેય જોયું હતું નહીં. અર્થતંત્ર પર, વ્યવસાયો પર અને ખાસ કરીને ડેટ માર્કેટમાં લીકવીડિટી પરની અસર મોટા પ્રમાણમાં નોંધાઈ છે. લગભગ $60 બિલિયન વેલ્યુની વ્યૂહરચનાઓ સમગ્ર વિશ્વમાં સમસ્યાઓનો સામનો કરી હતી અને ઘણી લીકવીડિટીની સમસ્યાઓનો મોટ પ્રમાણમાં સામનો કરવો પડ્યો હતો, જેમાં વિવિધ કેન્દ્રીય બેંકો તરફથી ઝડપી અને વ્યાપક પગલાંની જરૂર હતી.

મારા માટે ટેક અવે આ છે: જો હું હાઇ યીલ્ડ પોર્ટફોલિયો જેવું કંઈક જોઉં, તો તે અગ્રેસિવ છે, તેમાં કોઈ શંકા નથી. રોકાણકારની જોખમ સેહવાની શક્તિના આધારે આક્રમક પોર્ટફોલિયોમાં તેના માટે જગ્યા છે. તે કહેવું ખોટું હશે કે તમારે ફરી ક્યારેય મેનેજ્ડ ક્રેડિટ બાજુ ન જવું જોઈએ.

આ પણ વાંચોઃ લાંબાગાળે રુપિયાના ઢગેલા-ઢગલા કરી શકે છે આ શેર્સ, મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ હાઉસે ખરીદ્યા

બધા પ્રકરની સ્ટ્રેટેજી માટે અહીં જગ્યા છે. સૌથી મોટી શીખ એ સુનિશ્ચિત કરવાની રહેશે કે રોકાણકારો પાસે મલ્ટીપલ પોર્ટફોલિયો છે.

ફ્રેન્કલિન ટેમ્પલટન સાથેની અગાઉની મુલાકાતમાં ફંડ હાઉસે અમને જણાવ્યું હતું કે જ્યાં સુધી કોર્ટના કેસ પૂરા ન થાય, ત્યાં સુધી તે કોઈ ડેટ ફંડ લોન્ચ કરશે નહીં. શું ફ્રેન્કલિન ટેમ્પલટન ભારતમાં તેની હાઇ યીલ્ડ સ્ટ્રેટેજી ફરીથી રજૂ કરશે કે કેમ અને ક્યારે તે અંગે વધુ સ્પષ્ટતા છે?

જેમ મેં કહ્યું તેમ, મેનેજ્ડ ક્રેડિટ (ક્રેડિટ રિસ્ક અથવા હાઇ યીલ્ડ સ્ટ્રેટેજી) ફ્રેન્કલિન ટેમ્પલટન અને રોકાણકારોના પોર્ટફોલિયોમાં ભૂમિકા ભજવશે. તે અમારી ઓફરમાં ભૂમિકા ભજવશે. પરંતુ અત્યારે સ્પષ્ટ નથી. પણ હા, તે ફરી ક્યારેક રજુ થશે.

આ પણ વાંચોઃ 10 લાખથી ઓછી કિંમતની SUV કાર, દમદાર એવરેજની સાથે ઉત્કૃષ્ટ ફીચર્સ, બધું એક જ કારમાં

શું યુએસ ફેડએ વ્યાજ દરોમાં વધારો કરવાનું લગભગ સમાપ્ત કરી દીધું છે? એવી ચિંતા છે કે યુએસ અર્થતંત્રમાં સંભવિત મંદીને કારણે, ફેડ 2023માં ટૂંક સમયમાં વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરી શકે છે.

મને લાગે છે કે ફેડ રેટમાં વધુ 125-150 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરશે. તે તમને 5થી 5.50 ટકાની વચ્ચે ક્યાંક લઈ જશે અને મને નથી લાગતું કે યુએસ ફેડ આવતા વર્ષે બિલકુલ ઘટાડો કરશે. મને લાગે છે કે ફેડ 2024 માં ઘટાડો કરશે. હાલમાં, જો હું યુએસમાં બોન્ડ માર્કેટની ઉપજ જે રીતે છે તે જોઉં, તો બજારના સ્ટેકહોલ્ડર્સ પહેલેથી જ દર વધારાની ઓછી સંભાવના અને ટૂંક સમયમાં રેટ કટની વધુ સંભાવના માટે કિંમતો નક્કી કરી રહ્યા છે. મને લાગે છે કે આવું થવાની શક્યતા નથી.

આ પણ વાંચોઃ Hot Stocks: નાનું-મોટું નહીં પણ 40 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે આ શેર્સ, એક્સપર્ટે કહ્યું ખરીદવા મચી પડો

તે ભારતીય બજારો પર કેવી અસર કરશે?

તે ભારતને વધુ અસર કરશે નહીં, કારણ કે ભારત આંતરરાષ્ટ્રીય મૂડી પ્રવાહથી વધુ પ્રભાવિત નથી. ભારત માટે યુએસ બજારો પ્રમાણમાં ઈરીલેવન્ટ છે.  તેલની કિંમતો વધે કે નીચે જાય તેથી ભારત વધુ પ્રભાવિત થાય છે.

જો કે, એવા ઘણા ઊભરતાં બજારો છે જે મૂડી પ્રવાહ પર ખૂબ જ નિર્ભર છે અને તે ઊંચા ફુગા વાનો સામનો કરી રહ્યાં છે. તેમની નાણાંકીય નીતિઓએ તેમના સ્થાનિક આર્થિક પડકારોનો કાળજીપૂર્વક સામનો કરવો પડશે. ઉદાહરણ તરીકે, તુર્કી. તેનો ફુગાવાનો દર હાલમાં 80 ટકાથી વધુ છે અને તેમની નાણાંકીય ધિરાણની જરૂરિયાતો મોટી છે.  રોકાણકાર માટે ફિક્સ્ડ-ઇન્કમ મ્યુચ્યુઅલ ફંડ્સ કેટલા મહત્વપૂર્ણ છે? સામાન્ય રીતે ભારતમાં રોકાણકારો ઇક્વિટી ફંડ્સ તરફ વધુ આકર્ષાય છે અને તેઓને તેમના સમગ્ર ફંડને ઇક્વિટીમાં રોકાણ કરવામાં વાંધો નથી.

તે ખરેખર ભારતની ખસિયાત છે

વૈશ્વિક સ્તરે ફિક્સ્ડ ઈન્ક્મ એ એકમાત્ર સૌથી મોટો એસેટ ક્લાસ છે. તે બહોળો વર્ગ છે. ભારત કેટલાક અંશે ખાસ કેસ છે, કારણ કે તમે રિટર્ન પ્રોડક્ટ્સ, બેંક ફિક્સ્ડ ડિપોઝિટ વગેરેનું સંચાલન કર્યું છે.  યુ.એસમાં ફિક્સ્ડ-ઇન્કમ ફંડ્સ ઐતિહાસિક રીતે પ્રાથમિક પસંદગી હોય છે. યુ.એસમાં રોકાણકારોએ પણ ફિક્સ્ડ-ઇન્કમ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) તરફ જોવાનું શરૂ કર્યું છે. ઇટીએફ સસ્તા પણ છે.

આ પણ વાંચો:Manushi Chhillar: મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જેના પ્રેમમાં પડી તે બિઝનેસમેન નિખિલ કામથ કોણ છે?

શું તમારી પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડેબ્ટ સેગમેન્ટમાં ઘણા બધા ETF છે?

હા. યુ.એસમાં ફિક્સ્ડ ઈન્ક્મ ETFએ એક મોટું બજાર છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારા રોલ મોડલ કોણ છે? અમારી પાસે ઇક્વિટીમાં ઘણા કહેવાતા ઇન્વેસ્ટમેન્ટ ગુરુઓ છે, જેમને ફંડ મેનેજરો હંમેશા શોધે છે. પરંતુ ફિક્સ્ડ ઈન્ક્મ નું શું? વિશ્વના તમારા ભાગ વિશે શું સત્ય છે?

રે ડાલિયો એક પ્રણેતા છે. વિશ્વના સૌથી સફળ રોકાણકારોમાંના એક તરીકે તેમણે આમૂલ પારદર્શિતા અને ખુલ્લા વિચારો, યોગ્યતા, જવાબદારી અને અસંમતિ દર્શાવવની વિચારશીલ કલાની પ્રશંસાની આસપાસ રહેલ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. તેથી આગળ તે ઓથોરિટી, સંસ્કૃતિ, લોકો અને સતત સુધારણાને મહત્વ આપે છે. હું મારા અંગત અને કાર્ય જીવન બંનેને સમાન રીતે જીવવાનો પ્રયત્ન કરું છું અને આ લેન્સ દ્વારા મેં નિભાવેલી દરેક ભૂમિકાને જોઉં છું.

સર જોન ટેમ્પલટન પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ છે. તેઓ માત્ર ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટમાં જ નહીં, પરંતુ પરોપકારમાં પણ અગ્રણી હતા અને તે જ રીતે રે ડાલિયોએ પણ તેમનું આખું જીવન શિક્ષણ પ્રત્યેના ગહન આદર સાથે ખુલ્લા મનથી તેને પ્રોત્સાહિત કરવામાં વિતાવ્યું હતું. તે રોકાણના મૂલ્યમાં વિશ્વાસ રાખતા હતા, અનુમાન લગાવવામાં નહીં અને આ વાત વ્યાપકપણે સ્વીકારવામાં આવે તે પહેલાં તે સારી રીતે જાણતા હતા કે કોઈ એક પ્રકારનું રોકાણ નથી, જે બધા માટે શ્રેષ્ઠ રીતે કામ કરે છે અને તમારે દરેક જગ્યાએ તકો શોધવી પડશે. તે બજારના ટ્રેન્ડ અને ડર કે લોભથી પ્રેરિત ન થઈને વેલ્યુ ખરીદવામાં માનતા હતા. સૌથી અગત્યનું તેમણે ઓળખ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને લોકોએ તેમની ભૂલોમાંથી શીખવું જોઈએ અને તેનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ.

(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

First published:

Tags: Business news, Expert opinion, Share market, Stock market TipsSource link

Leave a Comment