હરભજનની ટીમ ઉપર ભારે પડ્યા ગુજરાતી પઠાણ બંધુઓ, યુસુફની વિસ્ફોટક બેટિંગ સામે કૈફના 73 રન પાણીમાં


લખનવ : રવિવારે લખનવના એકાના સ્ટેડિયમમાં ભીલવાડા કિંગ્સ અને મણિપાલ ટાઈગર્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. કિંગ્સે ટાઇગર્સને 3 વિકેટે માત આપી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મણિપાલ ટાઈગરે 7 વિકેટ ગુમાવીને 154 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભીલવાડા કિંગ્સે 19.4 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને રોમાંચક રીતે લક્ષ્યનો પીછો કરીને મેચ પોતાના નામે કરી હતી. ભીલવાડા તરફથી યુસુફ પઠાણે 28 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમી હતી.

ભીલવાડા કિંગ્સના કેપ્ટન ઈરફાન પઠાણે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મણિપાલ ટાઈગર્સના કેપ્ટન હરભજન સિંહની ટીમ બેટિંગ કરી રહી છે. આ પહેલા સાંજે 4 કલાકે બંને ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેદાન પર ઉતર્યા હતા. ભીલવાડાના શ્રીસંતે જબરદસ્ત બોલિંગ કરીને બેટ્સમેનને દંગ કરી દીધા હતા. ઈરફાન પઠાણે બોલરોને બોલિંગ ટિપ્સ આપી હતી. બંને ટીમોના ખેલાડીઓ જીતવા માટે પરસેવો પાડ્યો હતો.

મોહમ્મદ કૈફના શાનદાર 73 રન

મેચમાં ભીલવાડા કિંગ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી અને પ્રથમ બેટિંગ કરતા મણિપાલ ટાઈગરે મોહમ્મદ કૈફના 73 રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. મોહમ્મદ કૈફે 59 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 73 રન બનાવ્યા હતા, આ ઉપરાંત પ્રદીપ સાહુએ 30 અને શિવકાંત શુક્લાએ 16 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ: બજરંગ પુનિયાએ જીત્યો બ્રોન્ઝ, પાંચ મેડલ જીતનાર પ્રથમ ભારતીય રેસલર બન્યો

ભીલવાડા કિંગ્સ માટે ફિડેલ એડવર્ડ્સે શાનદાર બોલિંગ કરી અને ક્વોટાની 4 ઓવરમાં 30 રન આપીને ચાર વિકેટ લીધી. આ સિવાય કેપ્ટન ઈરફાન પઠાણ, મોન્ટી પાનેસર અને એસ શ્રીસંતને એક-એક વિકેટ મળી હતી.

ભીલવાડાની ખરાબ શરૂઆત છતાં જીત મેળવી

મણિપાલ ટાઈગરના 154 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભીલવાડા કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી, માત્ર 7 રનના સ્કોર પર નમન ઓઝા 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ પછી ઓપનર વિલિયમ પોર્ટરફિલ્ડ પણ 4 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી નિક ક્રમ્પટન અને તન્મય શ્રીવાસ્તવે ત્રીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી, ક્રમ્પટને 18 અને શ્રીવાસ્તવે 28 રન બનાવ્યા હતા.

આ પછી છેલ્લી ઓવરમાં ભીલવાડા કિંગ્સને જીતવા માટે 12 રનની જરૂર હતી અને છેલ્લી ઓવરમાં ટીનો બેસ્ટે પ્રથમ બોલ પર સિક્સર, ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગા ફટકારીને તેની ટીમને 3 વિકેટે રોમાંચક જીત અપાવી હતી.

Published by:mujahid tunvar

First published:Source link

Leave a Comment