હિસાબોની ચકાસણી માટે ત્રણ દિવસ નક્કી કરાયા


ગાંધીનગર: વિધાનસભા ચૂંટણીમાં જે ઉમેદવારોએ ઝંપલાવ્યું છે એમણે સાવધાન થઇ જવાનો સમય આવી ગયો છે. કારણ કે, જો ઉમેદવારે તેમની નિયત મર્યાદા કરતા વધુ રુપિયાનો ખર્ય કર્યો હશે તો કાર્યવાહી થઈ શકે છે. આ સાથે તેમનો હિસાબ હવે ચૂત્રટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વરો દ્વારા લેવામાં આવશે. આ દર ચૂંટણી દરમિયાન ચાલતી પ્રક્રિયાનો ભાગ જ છે અને એટલે જ અનુભવી ઉમેદવારોનો વહીવટ સંભાળનારાઓ અત્યારથી જ ચિત્રગુપ્તનો ચોપડો ચીતરવામાં લાગી ગયા છે. જેથી કોઈ તબક્કે મર્યાદા કરતા વધુ ખર્ચના નામે મુશ્કેલી ન સર્જાય જાય.

ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી

ગાંધીનગર જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ ઓબ્ઝર્વરો દ્વારા જિલ્લાના પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી માટે ત્રણ દિવસ નક્કી કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસ દરમિયાન તમામ ખર્ચ નિરીક્ષકો પોતાના મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરની બારીકાઇની તપાસ કરશે.આ પણ વાંચો: મતદાન જાગૃતિ માટે ચૂંટણીતંત્ર ચલાવશે સહી ઝુંબેશ, જિલ્લાની 18 કોલેજોમાં યોજાશે ખાસ કાર્યક્રમ 

ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક

આ અંગે એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ ન્યુઝ 18 સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ‘ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર આગામી પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોના ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ ખર્ચ નિરીક્ષકો દ્વારા આગામી 25, 29 નવેમ્બર અને 3જી ડીસેમ્બરે પાંચ વિધાનસભા બેઠકના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરના હિસાબોની ચકાસણી કરવામાં આવશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંતરામપુરમાં માસ્ટર સ્ટ્રોક, નારાજ નેતાઓને મનાવી લીધા

ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરનો હિસાબ કરાશે

આ અંતર્ગત દહેગામ, ગાંધીનગર દક્ષિણ અને કલોલ મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરનો હિસાબ કલેકટર કચેરીના સમિતિ ખંડ ખાતે જ્યારે ગાંધીનગર ઉત્તર અને માણસા મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચ રજિસ્ટરનો હિસાબ જિલ્લા પંચાયતના સમિતિ ખંડ ખાતે 25મી નવેમ્બર, 29મી નવેમ્બર અને 3જી ડિસેમ્બરના રોજ સવારના 10:00થી સાંજના 05:00 કલાક દરમ્યાન કરવામાં આવશે.

તમારા શહેરમાંથી (ગાંધીનગર)

Published by:Vimal Prajapati

First published:

Tags: Assembly Election 2022, Election 2022, Gujarat Assembly Election 2022, Gujarat vidhansabha election 2022Source link

Leave a Comment