25 નવેમ્બર મોબાઈલ નંબર માટે અંકશાસ્ત્ર


અંક 3: અંક નંબર 3 તર્કસંગતતા, શક્તિ અને બુદ્ધિમતા દર્શાવે છે. આ અંક માનસિક અને સામાજિક ક્ષમતા પ્રદાન કરે છે, ઉપરાંત યાદગાર ક્ષણ તથા રચનાત્મકતા પ્રદાન કરે છે. આ કારણોસર આ અંક ધરાવનાર વ્યક્તિ લોકપ્રિય નેતા બને છે.

નંબર 3 એકવાર હોય ત્યારે:

જ્યારે મોબાઈલ નંબરમાં નંબર 3 માત્ર એકવાર હોય, તો તે વ્યક્તિ ભાગ્યશાળી, સીધી હોય છે તથા ખૂબ જ યાદગાર ક્ષણો બનાવે છે. જે વ્યક્તિ પાસે આ પ્રકારનો મોબાઈલ નંબર હોય છે, તે વ્યક્તિ પોઝિટીવ હોય છે અને પ્લાન અનુસાર કાર્ય કરે છે. કોઈપણ પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. ઉપરાંત ડેડલાઈન આવે તે પહેલા કામ પૂર્ણ કરી લે છે.

નંબર 3 બે વાર હોય ત્યારે:

જે વ્યક્તિના મોબાઈલ નંબરમાં અંક 3 બે વાર હોય તે વ્યક્તિ કાલ્પનિક અને જિજ્ઞાસુ હોય છે. આ પ્રકારના વ્યક્તિઓને લેખન, મીડિયા અને કમ્યુનિકેશનમાં વિશેષ રૂચિ હોય છે.

નંબર 3 ત્રણ વાર હોય ત્યારે:

જે વ્યક્તિના મોબાઈલ નંબરમાં અંક 3 ત્રણ વાર હોય તે વ્યક્તિ કાલ્પનિક બની જાય છે. આ પ્રકારની વ્યક્તિ વાસ્તવિક દુનિયામાં લોકો સાથે સરળતાથી જોડાઈ શકતી નથી. આ પ્રકારની વ્યક્તિ કોઈપણ બાબતમાં તર્ક-વિતર્ક કરે છે તથા અન્ય લોકોની વાત સાંભળતી નથી. આ પ્રકારની વ્યક્તિ કાયદાકીય અને રાજકીય બાબતો માટે એકદમ યોગ્ય હોય છે.

નંબર 3 ત્રણ-ચારવાર અથવા વધારે વખત હોય ત્યારે

આ પ્રકારની વ્યક્તિ પ્રેક્ટીકલ હોતી નથી અને તેઓ ખૂબ જ ડરપોક હોય છે. આ પ્રકારની વ્યક્તિ આત્મવિશ્વાસ જોવા મળતો નથી અને દૈનિક જીવનમાં તેમને અનેક પ્રકારની મુશ્કેલીઓ થાય છે. આ કારણોસર તેઓ ચતુર બને છે. આ પ્રકારની વ્યક્તિઓની યોજનાઓ ખૂબ જ વિસ્તૃત હોય છે. ખાસ કરીને આ પ્રકારની વ્યક્તિઓ દિવસે સપના જોવે છે અને તેમણે પારિવારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મોબાઈલ નંબરમાં નંબર 3 ના હોય ત્યારે:

જે વ્યક્તિના મોબાઈલ નંબરમાં નંબર 3ના હોય તો તે પ્રકારની વ્યક્તિ બોલવામાં સ્પષ્ટ હોય છે. જેના કારણે અન્ય લોકોને દુ:ખ થઈ શકે છે, જેથી સંબંધ ટકાવી રાખવામાં ઘણી મહેનત કરવી પડશે. મોબાઈલ નંબરમાં નંબર 3ના હોય તો તેના કારણે તમે સ્વાર્થી અને આવેગી બની શકો છો. આ કારણોસર તમારે યોગ્ય મોબાઈલ નંબરની પસંદગી કરવી જોઈએ.

મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરવા માટે જે મોબાઈલ નંબરમાં 3 હોય તે નંબર પસંદ કરવો જોઈએ.

Published by:Damini Patel

First published:

Tags: Dharm Bhakti, Mobile number, NumerologySource link

Leave a Comment