aaj nu panchang 18 september 2022 jivtputrika vrat subh muhurat and rahu kaal


આજે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે
આજે જીવિત્પુત્રિકા વ્રત ક જિતિયા વ્રત છે.
આજે અષ્ટમી તિથિનાં ગજલક્ષ્મી વ્રત પણ રાખવામાં આવે છે.

Shubh Ashubh Muhurat: આજે 18 સપ્ટેમ્બર દિવસે રવિવારનો દિવસ છે. આજે ભાદરવા મહિનાનાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આજે જીવિત્પુત્રિકા વ્રત કે જિતિયા વ્રત છે. આજનાં દિવસે માતાઓ તેમનાં પુત્રોની સુરક્ષા, સુખ, શાંતિ અને ઉન્નતિ માટે નિર્જલા વ્રત રાખે છે. આ દિવસે ગંધર્વ રાજા જીમૂતવાહનની પૂજા અને વ્રત કથા સાંભળવામાં આવે છે. રાજા જીમૂતવાહને તેમનાં પ્રાણ દેવ પર લગાવી નાગમાતાનાં પુત્રની રક્ષા કરી હતી. જીમૂતવાહનનાં ત્યાગને જોઇ પક્ષીરાજ ગરુડે નાગવંશને તેમનું ભોજન નહીં બનાવવાનું વચન આપ્યું હતું. જીમૂતવાહને સંપૂર્ણ નાગવંશની રક્ષા કરી હતી. તેથી દર વર્ષે ભદરવાં કૃષ્ણ અષ્ટમીએ જિતિયા વ્રત રાખવામાં આવે છે.

આ અષ્ટમી તિથિનાં ગજલક્ષ્મી વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે 16 દિવસનાં મહાલક્ષ્મી વ્રતનું સમાપન થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર ગજલક્ષ્મી વ્રતનાં દિવસે સોનું ખરિદવાથી તેમાં આઠ ગણી વૃદ્ધિ થાય છે. આજે માતા ગજલક્ષ્મી અને ચાંદીનાં હાથીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ ધન અને સંપત્તિ આવે છે. માતા ગજલક્ષઅમીનાં વ્રત કરવાંથી તમામ પ્રકારની સુખ સુવિધાઓ પ્રાપ્ત થઇ શકે છે. આપ વિવાહ અન્ય માંગલિક કાર્ય માટે ખરીદી કરી શકો છો.

આજે રવિવારનો દિવસ છે ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. તેમની પૂજા કરો અને સૂર્ય મંત્રનો જાપ કરવો. ધન-ધાન્ય, આરોગ્ય આદીમાં વૃદ્ધિ થાય છે. આજનાં દિવસે વ્રત રાખવાથી અને સૂર્ય દેવ સંબંધિત વસ્તુઓનું દાન કરવાંથી સૂર્ય દોષ દૂર થાય છે. અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આવો પંચાંગથી જાણીએ આજનાં દિવસનાં શુભ અને અશુભ મુહૂર્ત અને જાણો આજનાં ગ્રહોની સ્થિતિ

18 સપ્ટેમ્બર 2022 ના પંચાંગ

આજની તિથિ – અશ્વિન કૃષ્ણ પક્ષ અષ્ટમી

આજનું કરણ – કૌલવ

આજનું નક્ષત્ર – મૃગશીર્ષ

આજનો યોગ – સિદ્ધિ

આજનો પક્ષ – કૃષ્ણ

આજનું યુદ્ધ – રવિવાર

સૂર્યોદય-સૂર્યાસ્ત અને ચંદ્રોદય-ચંદ્રસ્ત સમય

સૂર્યોદય – 06:26:00 AM

સૂર્યાસ્ત – 06:40:00 PM

ચંદ્રોદય – 23:48:00

મૂનસેટ – 13:35:59

ચંદ્ર રાશિ – મિથુન

હિન્દુ મહિનો અને વર્ષ

શક સંવત – 1944 શુભ

વિક્રમ સંવત – 2079

કાલી સંવત – 5123

દિવસનો સમય – 12:16:03

અમંત માસ – ભાદ્રપદ

માસ પૂર્ણિમંત – અશ્વિન

શુભ સમય – 11:50:39 થી 12:39:43

અશુભ સમય (અશુભ સમય)

દુષ્ટ મુહૂર્ત – 16:45:04 થી 17:34:08 સુધી

કુલિક – 16:45:04 થી 17:34:08

કંટક – 10:12:30 થી 11:01:35

રાહુ કાલ – 17:08 થી 18:40

કાલવેલા/અર્ધ્યમ – 11:50:39 થી 12:39:43

સમય – 13:28:47 થી 14:17:51 સુધી

યમગંડ – 12:15:11 થી 13:47:11

ગુલિક સમયગાળો – 15:37 થી 17:08

Published by:Margi Pandya

First published:

Tags: Aaj ka panchang, Panchang, Ravivar na upaySource link

Leave a Comment