સમગ્ર દેશમાં સજીવ ખેતી/ કુદરતી ખેતી નો વ્યાપ વધી રહ્યો છે એવામાં ત્રિભુવનદાસ ફાઉન્ડેશન દ્વારા પણ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ખેડૂતોને સજીવ ખેતી વિષે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રોજેક્ટ ટીમ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના ખેડૂતોને જુદા જુદા ખેતી પાકોની સજીવ પાક પદ્ધતિ વિષે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ સિવાય ફાઉન્ડેશન પર નાં કેમ્પસમાં તાલીમ સમજ સાથે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમમાં અત્યાર સુધી 327 જેટલાં ખેડૂતો તાલીમ લઈ ચૂક્યા છે.
આણંદ કૃષિ યુનવર્સિટી સાથે સકસેસ રેશિયોનાં આધારે ખેડૂતને વધુ જાણકારી મળે તે માટે સજીવ ખેતી ને લગતા અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યા છે અને તાલીમ લીધા બાદ સર્ટીફીકેટ પણ આપવામાં છે.સંસ્થામાં આવતા તાલીમાર્થીને સેન્દ્રિય ખાતર અને જૈવિક દવાઓ બનવવાની જુદી-જુદી પદ્ધતિ પણ શીખવામાં આવે છે. જેવા કે નાડેપ ખાતર, ઘનજીવામૃત, જીવામૂર્ત અને બિજામૃત બનાવવા ની ખાસ તાલિમ આપવામાં આવે છે.
ત્રિભુવનદાસ ફાઉન્ડેશન અમુલ પ્રેરિત દૂધ મંડળીઓ દ્વારા ચાલતો સુસંકલિત ગ્રામ્ય આરોગ્ય વિકાસ કાર્યક્રમ છે. સંસ્થા હાલ મધ્ય ગુજરાતના ખેડા, આણંદ અને મહીસાગર જીલ્લામાં ગ્રામ્ય સ્તરે દૂધ મંડળીના સહયોગથી ગ્રામીણ વિકાસ ને લગતી સેવાઓ 1035 જેટલાં ગામડાંમાં પૂરી પાડવામાં આવી રહી છે. ત્રિભુવન દાસ ફાઉન્ડેશન, એસ.એ.પી. ઈન્ડિયા (SAP India) અને ડબલ્યુ .એચ. એચ (WHH) દ્વારા 1 જાન્યુઆરી 2022 થી ખેડૂતો, મહિલાઓ અને ગ્રામ્ય યુવાનોની સમસ્યા ઓને હકારાત્મક રીતે અને પરિણામલક્ષી દ્રષ્ટિથી અગ્રીમતા અપાય તે હેતુથી ઉદ્યોગ સાહસિકતાના વિકાસ દ્વારા સામુદાયિક જૂથોની આર્થિક ક્ષમતામાં વૃદ્ધિ કરવા અને કોરોના ઉપદ્રવ પછીની મંદીની અસરમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે કાર્યરત થયેલ છે. તે હેતુથી સજીવ ખેતી, પોષણ ઉદ્યાન, શાકભાજી ઉત્પાદન અને જૈવિક સામાગ્રીનું ઉત્પાદન જેવા વિષયોની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવેલ છે.
આ તાલીમના મુખ્ય હેતુ નીચે પ્રમાણે છે:૧. રસાયણોના ઉપયોગ પર આધારિત ખેતીના જોખમો વિશે જાગૃતિ લાવવી૨. સજીવ ખેતીમાં રસ ધરાવતા ખેડૂતોને જૈવિક ખેતી સંબંધિત પદ્ધતિઓ વિશે તાલીમ આપવી૩. ગ્રામીણ મહિલાઓને પોષણ ઉદ્યાન વિશે પ્રેરિત કરવી અને તાલીમ આપવી ૪. પ્રશિક્ષિત ખેડૂતોને સજીવ ખેતી સંબંધિત સમસ્યાઓ ઓળખવામાં અને ઉકેલવામાં મદદ કરવી૫. પ્રશિક્ષિત ખેડૂતો દ્વારા ઉત્પાદિત સજીવ પેદાશો માટે બજારની વ્યવસ્થા ઊભી કરવીતાલીમની વિગતો ટુંકમાં નીચે પ્રમાણે છે:
૧. સજીવ ખેતી 05 દિવસ 2. પોષણ ઉદ્યાન 03 દિવસ 3 શાકભાજી ઉત્પાદન 15 દિવસ. 4 જૈવિક સામગ્રીનું ઉત્પાદન ૧૫ દિવસતાલીમાર્થીઓની રહેવા તથા જમવાની સુવિધા સંસ્થા દ્વારા કરવામાં આવશે. ઉપરના તમામ વિષયોની તાલીમ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 20 ખેડૂતોની પસંદ કરી તેમને ખેતી અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયો માટેની વિશેષ (ફાસ્ટ ટ્રેક) તાલીમ આપવામાં આવશે.
ક્ષમતા વર્ધન: તાલીમ દરમ્યાન ઉપર મુજબના તમામ અભ્યાસક્રમો માટે યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો થીયરી અને પ્રેકટીકલ વર્ગો લેશે, તકનીકી શિક્ષણ માટે જરૂરી સાધનો પ્રેકટીકલ વર્ગોના સમયે ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી શકે. તમામ અભ્યાસક્રમોમાં અંદાજિત 60 % વર્ગો પ્રેકટીકલ અને 40 % વર્ગો થીયરી હશે. પ્રેકટીકલ વર્ગો દરમિયાન પણ લાભાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. અગ્રણી ખેડૂત દ્વારા ખેડૂતોને ખેડૂત પાઠશાળામાં અને વિશેષ તાલીમ માટે પસંદગી પામનાર ખેડૂતોને ક્ષેત્રીય તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ આપવામાં આવશે.
તમારા શહેરમાંથી (આણંદ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર