astrology-todays-rashifal-21th-november-horoscope-gh-rv – આ રાશિના જાતકોએ કોઈ પણ કામ પેન્ડિંગ ન રાખવું, જાણો કેવો રહેશે આજનો દિવસ – News18 Gujarati


Table of Contents

મેષ
આજનો દિવસ કંઈક અસાધારણ અને ખાસ રહેશે. તમારી વિચારસરણીને સકારાત્મક બાબતો તરફ લઈ જાવ અને તમારી મહેનત પર વિશ્વાસ રાખો. તમને આજે સારો નફો મળશે. આજે લોન લેવાથી કે આપવાથી બચો.
ઉપાય- આજે ગાયને તાજું લીલું ઘાસ ખવડાવો.

વૃષભ
મિલકતની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે તમે તમારા કોન્ફર્ટ માટે પૈસા ખર્ચશો. આજે તમને વેપારના ક્ષેત્રમાં નવા સહયોગી અને ભાગીદાર મળશે. આજે વિચાર્યા વગર રોકાણ ન કરવું.
ઉપાય- ઘરની બહાર નીકળતા પહેલાં કપાળ પર કેસરનું તિલક કરો

મિથુન
તમારા માટે આજનો દિવસ થોડો તણાવપૂર્ણ અને વ્યસ્ત રહેશે. જે તમારી ઉત્પાદકતાને અસર કરી શકે છે. આજે કોઈપણ કામ પેન્ડિંગ રાખવું જોઈએ નહીં. આજે પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. તમે આજે તમારે ત્યાં કેટલાક મહેમાનો આવી શકે છે.
ઉપાય- જરૂરિયાતમંદ લોકોને પીળા કપડા દાન કરો.

કર્ક
તમારા માટે પ્રોપર્ટીની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમને સંપત્તિનો સારો લાભ મળી શકે છે. જો કે, આ સમય દરમિયાન તમને કેટલાક ખર્ચા પણ થશે. લાંબા સમયથી અટકેલા કોઈપણ કામ આજે પૂરા થઈ શકે છે.
ઉપાય- તમારા ઘરની પાસે થોડા વૃક્ષો વાવો.

સિંહ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમે આખો દિવસ ખૂબ જ લકી હોવાનું અનુભવશો. આજે નોકરીએ સ્થાન બદલવું તમારા માટે સારું સાબિત થઈ શકે છે. તમે વફાદારી રાખીને લોકોના દિલ જીતી શકો છો. વ્યવસાયમાં તમારા નજીકના સહયોગીઓ પ્રત્યે નમ્રતાપૂર્વક વર્તો.
ઉપાય- તમારા ઘરના ઈશાન ખૂણા પર વાસણમાં મીઠું રાખો.

કન્યા
આજનો દિવસ તમારા માટે એકદમ સામાન્ય રહેશે. આજે તમને ઘણા લોકોની મદદ કરવાની તક મળશે, જરૂરીયાત ધરાવતા લોકોની મદદ કરો. શાંત રહો અને દરેક સાથે આદરથી વર્તો. નોકરી ધંધે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું ફાયદાકારક સાબિત થશે.
ઉપાય- ગુલરના ઝાડનું મૂળ મેળવો અને તેને નાના કપડામાં લપેટીને તમારા હાથની આસપાસ બાંધી દો.

તુલા
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતોષકારક રહેશે. તમે આજનો દિવસ આનંદમાં વિતાવશો. કોઈ મિત્ર તમારી સમસ્યાઓમાં મદદ માટે આગળ આવશે. અત્યારે સમય તમારા માટે સારો છે અને ભાગ્ય તમારી તરફેણમાં છે, આજે કામમાં ઢીલ કરશો નહીં અને તેનો ફાયદો ઉઠાવો.
ઉપાય- તમારા કાર્યસ્થળ પર પિરામિડ મૂકો.

વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાના પર કામ કરવા માટે ખાસ રહેશે. કોઈ નિષ્ણાતની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજનો દિવસ ખુશીની પળો અને આર્થિક સંતોષથી ભરપૂર રહેશે. આજે લોન લેવી નહીં અને આપવી પણ નહીં.
ઉપાય- હનુમાન ચાલીસાનો જાપ કરો.

ધન
ધન રાશિના જાતકોને આજે ખૂબ ધનલાભ થશે, જેના કારણે આજે તમારા ફંડમાં વધારો થશે. પરિવાર તમારા માટે ધન અને ખુશીઓ લઈને આવશે. તમારા માર્ગમાં આવતી મુશ્કેલીઓનો જાતે જ સામનો કરવાનો પ્રયાસ કરો. તમારી જાત પર વિશ્વાસ રાખો.
ઉપાય- તમારા ઘરની દક્ષિણ દિશામાં શંખ રાખો.

મકર
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ એકદમ વ્યસ્ત રહેવાનો છે. તમારે નોકરી અને વ્યવસાય પર ધ્યાન આપવું જોઈએ. બિનજરૂરી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાના કારણે તમારો ઘણો સમય બગડશે. તમારે પહેલા તમારા વર્ક ગોલ્સ પર સમયસર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વાહનોથી સાવચેત રહો.
ઉપાય- ધાર્મિક સ્થાન પર લોટનું દાન કરો.

કુંભ
તમે આજે કંઈક નોંધપાત્ર કરવા જઈ રહ્યા છો. ભાગ્ય આજે તમારી તરફેણમાં છે અને તે તમને સારી રકમ મેળવવામાં મદદ કરશે. જો તમે સાચા હોવ તો ભલે તમારા વિરોધીઓ ગમે તે હોય, તમે બધી લડાઇઓમાં જીતશો જ.
ઉપાય- મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો

મીન
આજે ઈચ્છા પૂર્તિ માટે ઉત્તમ દિવસ છે. તમે ઇચ્છો તે મેળવી શકશો. તમે આધ્યાત્મિક અને સામાજિક કાર્યક્રમો પર ખર્ચ કરશો. તમે સંભવત ટૂંકા પ્રવાસ પર જશો, જે તમને અનપેક્ષિત નફો આપશે.
ઉપાય- ધ્યાન ધરો અને યોગ કરો

First published:

Tags: Aaj nu rashifal, Astrology, Gujarati RashifalSource link

Leave a Comment