ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન અને સ્વિપ નોડલ અધિકારી ડૉ . દિવ્યેશ પરમારના રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લાની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ . મહેશ ઠાકર તથા શાળાના પરિવાર દ્વારા 100 % BHARUCHની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો.
જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓ એ 100 % BHARUCH ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. જેમાં 550 જેટલા વિધાર્થીઓએ જોડાઈ માનવ સાંકળ બનાવી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જિલ્લામાં 100 ટકા લોકો મતદાન કરે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના 100 ટકા ભરૂચના ફોટો આકર્ષક લાગી રહ્યા છે. બાળકોએ પીળા, લીલા, લાલ, ભૂરા અને સફેદ કલરનો ગણવેશ ધારણ કરી મતદાન જાગૃત્તિ માટે આકર્ષક થીમ તૈયાર કરવામાં આવી હતી. નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ . મહેશ ઠાકર સહિતના દ્વારા તૈયાર કરેલ અનોખી થીમ પર મતદાન જાગૃત્તિ માટે સંદેશ આપવામાં આવ્યો છે.
તમારા શહેરમાંથી (ભરૂચ)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 2022 Assembly elections, Bharuch, Local 18, Voting