Gir Somnath: વાડમાં ઊગતા હાથલાનો ધંધો કરવા જેવો છે, કિલોનો ભાવ જાણી કહેશો ના હોય!


Bhavesh Vala, Gir Somnath : વેરાવળની બજારમાં હાથલીયા ફિંડલાનું વેચાણ જોવા મળે છે. અહી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો હાથલીયાના ઝાડમાંથી ફિંડલા તોડી અને વેરાવળ પથંકમાં વેચાણ માટે પહોંચી રહ્યા છે. હાથલીયા ફિંડલામાંથી દર મહિને 15 હજારથી વધુ આવક મેળવતા હોય છે. તો ધારી ગીરમાંથી આવતા વિક્રેતા કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ ફિંડલાનું વેચાણ કરવા પહોંચી રહ્યા છે. વેરાવળ પથંકમાં ફિંડલાને (હાખલા ) પણ કહેવાય છે. હાથલીયાના ઝાડ ખેતરમાં વાડ તરીકે પણ જોવા મળે છે. અત્યારે બજારમાં હાથલીયા ફિંડલા રૂપિયા 40 થી 50 કિલ્લો વેચાણ કરાય છે.

વેરાવળ શાકમાર્કેટ પાસે ફિંડલાનું વેચાણ કરતા 35 વર્ષીય ઘુઘાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે ધારીના ગ્રામ્ય વિસ્તારમાંથી વાડી ખેતરમાં રહેલ હાથલીયામાંથી ફિંડલા તોડવા જવું પડે છે. સૌરાષ્ટ્રના ગામડામાં હાથલીયાના ઝાડા વધુ જોવા મળે છે. શિયાળાની સીઝનમાં ફિંડલાનું ઉત્પાદન વધુ જોવા મળે છે. દોઢ મણ ફિંડલા એકત્રીત કરવામાં પાંચ દિવસ લાગ્યા છે. હાથલીયાના ઝાડમાંથી ફિંડલા તોડતી ઘરના 7 સભ્યો વેરાવળમાં તેના વેચાણ માટે આવ્યા છે. અત્યારે ફિંડલાની માંગ વધારે છે. બે દિવસમાં તમામ ફિંડલા વેચાય જાય છે.

ધારીથી અનેક વિક્રેતા ટ્રેન મારફત ફિંડલા વેચવા વેરાવળ પહોંચે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેરાવળ ખાતે બેથી ત્રણ દિવસ રહે છે. અને માર્કેટમાં રાતવાસો કરી ફિંડલાનું વેચાણ કરે છે. મહિને 15 હજાર જેવી આવક મેળવે છે. હાથલીયા ફિંડલા શરીર માટે ઉત્તમ હોય છે. તે માટે તેની ખરીદી પણ જોવા મળે છે.

વેરાવળમાં શાકમાર્કેટ પાસે ફિંડલાનું વેચાણ કરતા રામભાઇ પરમારે જણાવ્યું હતું કે તે ધારીમાંથી ફિંડલા વેચવા માટે આવે છે. પરિવારના 8 સભ્યો છે. તે આ કામગીરીમાં છે. ત્રણ વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારમાં ફિંડલા તોડવા જવાનું કામ કરે છે. તો પાંચ વ્યક્તિ જુદા જુદા વિસ્તારમાં વેચવાનું કાર્ય કરે છે. ત્રણ દિવસે ફિંડલાના વેચાણ માટે પહોંચે છે. તેમજ પરિવારના અન્ય સભ્યો કોડીનાર, ઉના ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ માટે જાય છે. રૂપિયા 40 થી 50 માં કિલ્લોમાં ફિંડલાનું વેચાણ કરાય છે. ત્યારે વેરાવળની બજારોમાં ધારી પંથકમાંથી વિક્રેતા ફિંડલાના વેચાણ માટે પહોંચી રહ્યા છે. અને આવક રળી રહ્યા છે.

Published by:Vijaysinh Parmar

First published:

Tags: Gir-somnath, Local 18Source link

Leave a Comment