શંભુનાથ ટુનડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
વલ્લભીપુર ભાજપના 106 વિધાનસભા બેઠકના ઉમેદવાર શંભુનાથ ટુનડીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વલ્લભીપુર તાલુકાના જલાલપુર ગામે પ્રચાર દરમિયાન બાળાઓને રૂપિયા આપતો વીડિયો સામે આવ્યો છે. ઉમેદવારની ઉપસ્થિતિમાં ભાજપના શહેર પ્રમુખ ઢોલી પર રૂપિયા ઉડાડતા જોવા મળ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ એક બાજુ ચર્ચા જાગી છે, જ્યારે બીજી બાજુ ભાજપના કાર્યકર્તાઓ જાહેરમાં આચાસંહિતાના લીરે લીરા ઉડાડતા જોવા મળ્યા છે.
ભાવનગરના વલ્લભીપુરમાં ભાજપ ઉમેદવારનો જાહેરમાં રુપિયા ઉડાવતો વીડિયો વાયરલ#GujaratElections2022 #GujaratElections #ElectionWithNews18 #Gujarat #Bhavnagar pic.twitter.com/ccaEuSjreX
— News18Gujarati (@News18Guj) November 25, 2022
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BJP Candidate, Gujarat Assembly Election 2022, Latest viral video