pitru paksha 2022 these four things during death


Pitru Paksha 2022: હાલમાં શ્રાદ્ધ શરૂ છે ત્યારે હિન્દૂ ધર્મમાં આનું અનેક રીતે મહત્વ રહેલું છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે એમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આમાં દાન ધર્મને અનેક રીતે લાભદાયી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, શ્રાદ્ધ પક્ષમાં તર્પણ અને પિંડદાન કરવાથી પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણ અનુસાર જો કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે એની પાસે આ 4 વસ્તુઓ હોય તો સ્વર્ગ જવા માટે શ્રાદ્ધકર્મોની જરૂરિયાત રહેતી નથી. મૃત્યુ સમયે આ વસ્તુઓ માણસની પાસે હોય તો એ સ્વર્ગ લોકમાં જાય છે. આમ, દરેક વ્યક્તિએ આ વાત જાણવી ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ આ 4 વસ્તુઓ વિશે જે મૃત્યુ સમયે પાસે હોય તો સ્વર્ગમાં જઇ શકાય છે.

તુલસી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં રાખેલો તુલસીનો છોડ તીર્થરૂપી હોય છે. એવું કહેવામાં આવે છે કે, જે વ્યક્તિ તુલસીની મંજરથી યુક્ત થઇને પ્રાણ ત્યાગે છે એ ક્યારે પણ યમલોકમાં જતો નથી. મરનાર વ્યક્તિને તુલસી પાસે સુવડાવવામાં આવે અને મોં અને માથા પર તુલસીના પાન અને મંજર મુકવામાં આવે તો વ્યક્તિ સીધો જ પરલોકમાં જાય છે.

આ પણ વાંચો: ઘરમાં પડતી અનેક તકલીફોથી કંટાળી ગયા છો?

ગંગાજળ

ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનો મૃત્યુ સમય નજીક હોય ત્યારે એના મોંમા ગંગાજળ નાંખવું જોઇએ. વિષ્ણુ ભગવાનના કમળ ચરણમાંથી નિકળેલી ગંગા પાપોનો નાશ કરે છે અને પાપનો નાશ થતાની સાથે જ વ્યક્તિને વૈકુઠ પ્રાપ્ત કરવાનો અધિકાર મળે છે. આ માટે ગંગામાં અસ્થિનું વિર્સજિત કરવામાં આવે છે. જ્યાં સુધી અસ્થિ ગંગમાં રહે છે ત્યાં સુધી સ્વર્ગનું સુખ ભોગવે છે.

તલ

શ્રાદ્ધ પક્ષમાં તલનું વિશેષ મહત્વ રહેલું છે. તલ ભગવાન વિષ્ણુના પરસેવાથી ઉતપન્ન થવાને કારણે એને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ માટે જ્યારે વ્યક્તિના મૃત્યુનો સમય નજીક આવી ગયો હોય ત્યારે હાથથી તલનું દાન અચુક કરાવવું જોઇએ. તલના દાનને બહુ મોટું દાન માનવામાં આવે છે.

આ પણ વાંચો: ઘરમાં+ઓફિસમાં આ જગ્યા પર મૂકો તિજોરી

કુશ

સનાતન ધર્મમાં કુશનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. કુશ એક પ્રકારનું ઘાસ હોય છે. આના વગર ઇશ્વરની પૂજા અધૂરી રહે છે. શાસ્ત્રો અનુસાર કુશ ભગવાન વિષ્ણુના રોમમાંથી ઉતપન્ન થયું છે. મૃત્યુના સમયે વ્યક્તિને કુશનું આસન પાથરીને એમાં સુવડાવવું જોઇએ.

Published by:Niyati Modi

First published:

Tags: Pitru paksha, Pitru paksha 2022, Pitrudosh, ધર્મ, ધર્મ ભક્તિ



Source link

Leave a Comment