see viral video two women thrash each other during fight


Viral Video: રસ્તા પર મારામારી અને ગાળાગાળીના વિડીયો અનેક વાર સામે આવતા હોય છે, પરંતુ આ વિડીયો સૌથી અલગ છે. આ વિડીયો સોશિયલ મિડીયામાં હાલમાં બહુ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં બે મહિલાઓ ઝઘડી રહી છે જેને જોવા માટે રસ્તા પર ભારે ભીડ જામી ગઇ છે. આ વિડીયો 14 સપ્ટમ્બરનો છે. આ વિડીયો ટોલ પ્લાઝા પર પૈસા ભરવાની બાબતને લઇને થયો છે એવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ વિડીયો એક એવો છે જે તમે પહેલા ક્યારે પણ નહીં જોયો હોય. આ વિડીયો જોઇને તમે પણ OMG બોલી ઉઠશો.

જાણકારી અનુસાર આ વિડીયો નાસિકના પિંપલ ગામના ટોલ બુથનો છે. આમાં એક ટોલ પ્લાઝાની કર્મચારી હતી અને બીજી મહિલા યાત્રી છે. વિડીયોમાં એકબીજાના વાળ ખેંચતી જોવા મળી રહી છે. જો કે આ મહિલાને છોડાવા માટે અનેક લોકો પ્રયત્નો કરે છે તેમ છતાં તેઓ ગાળાગાળી કરે છે અને કોઇની વાત સાંભળતી નથી.

લોકોની જામી ભારે ભીડ

વિડીયોમાં તમે જોઇ શકો છો કે આ મહિલાઓ એકબીજા પર બહુ ગુસ્સે થાય છે, ગાળો આપે છે અને થપ્પડ મારી રહી છે. બન્ને મરાઠી ભાષામાં ઝઘડી રહી છે. વિડીયોમાં દેખાતી ભીડ બચાવવા માટે જાય છે પરંતુ ત્યાં સુધી બહુ મોડું થઇ ગયુ હોય છે.

આ પણ વાંચો: નાના રાઇના દાણામાં છે પહાડ જેવા ફાયદાઓ

લોકો થયા હેરાન

વિડીયોમાં મહિલાનો પતિ પણ જોવા મળી રહ્યો છે. મહિલાનો પતિ ટોલ બુથના કર્મચારી સાથે ઝઘડી રહ્યો છે. જો કે એક યુઝરે આ ઘટનાનો પૂરો વિડીયો શેર કરતા લખ્યું છે કે…આ એક હેરાન કરી દે એવી ઘટના છે. નાસિકના પિંપલ ગામના ટોલ બૂથ પર મહિલાઓ વચ્ચે સખત મારપીટ થઇ અને પોલીસ હાલમાં એની તપાસ કરી રહી છે. જો કે આ ટાઇપના વિડીયો સોશિયલ મિડીયામાં બહુ જ વાયરલ થતા હોય છે. આ વિડીયો જોઇને અનેક વ્યુઅર્સે કમેન્ટ પણ કરી છે. આ વિડીયોમાં જાતજાતની પ્રતિક્રિયા લોકો આપી રહ્યા છે.

આ પણ વાંચો: આ કારણે ફ્રિજમાં થાય છે બ્લેક ફંગસ

આમ, જો વાત કરીએ તો સોશિયલ મીડિયામ પર આ ટાઇપના અનેક વિડીયો વાયરલ થતા હોય છે. કોઇ વિડીયો એ ટાઇપના હોય છે જે જોઇને હસવાની મજા આવતી હોય છે અને વ્યક્તિનો મુડ ફ્રેશ થઇ જાય છે.

Published by:Niyati Modi

First published:

Tags: NASIK, અજબ ગજબ, મહિલા





Source link

Leave a Comment